Viral Video / Pawri ગર્લે એકવાર ફરી લોકોનું ખેચ્યું ધ્યાન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેેનો Video

પાવર ગર્લ એ છે જેણે ફેબ્રુઆરી મહિનામાં તેના એક વીડિયોથી દુનિયાભરને હચમચાવી દીધુ હતુ. જેમા તે કહે છે, ‘યે હમારી કાર હૈ, યે હમ હૈ ઔર યહા હમારી પાર્ટી હો રહી હૈ.’

દેશમાં એક Pawri ટ્રેન્ડ ખૂબ ઝડપથી વાયરલ થયો હતો જેમાં સામાન્ય લોકોની સાથે ઘણી હસ્તીઓ અને રાજકીય વ્યક્તિઓએ પણ તેમા ભાગ લીધો હતો. જણાવી દઇએ કે, આ ટ્રેન્ડની શરૂઆત એક પાકિસ્તાની છોકરી ડેનાર મોબીને એક વીડિયો પોસ્ટ કરીને કરી હતી. વીડિયોમાં તેણે જે રીતે ‘યે હમારી પાવરી હો રહી હૈ’ કહ્યું, તેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ / નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો એવા હોય છે જે ઝડપથી વાયરલ થતા હોય છે. ક્યારેક કોઈનાં ગીતનો વીડિયો, ક્યારેક કોઈનાં ડાન્સનો વીડિયો, તો ક્યારેક ફની વીડિયો લોકોનું મનોરંજન કરે છે. આ કડીમાં ફરી એકવાર પાવર ગર્લ હેડલાઇન્સમાં છે. આ વખતે તેણે જાદુઈ અવાજમાં એવું ગીત ગાયું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આલમ એ છે કે લોકો પાવરી ગર્લની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ પાવરી ગર્લ એ છે જેણે ફેબ્રુઆરી મહિનામાં તેના એક વીડિયોથી દુનિયાભરને હચમચાવી દીધુ હતુ. જેમા તે કહેતા જોવા મળી હતી કે, ‘યે હમારી કાર હૈ, યે હમ હૈ ઔર યહા હમારી પાર્ટી હો રહી હૈ.’ વીડિયોએ રાતોરાત સનસનાટી મચાવી દીધી હતી. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો હતો. વળી, તેણે આ વખતે પાકિસ્તાની ગીતો ગાતા એક વીડિયો શેર કર્યો છે. તેણે 2017 ની પાકિસ્તાની ફિલ્મ પંજાબ નહીં જાઉગીનું ગીત ‘એ દિલ’ ગાયું છે. જેનો વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. અહીં આપને જણાવી દઈએ કે, આ ગીત મૂળ શિરાઝ ઉપ્પલ અને જોનીતા ગાંધીએ ગાયું હતું.

https://www.instagram.com/p/CUcon1doHbP/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – પરિણામ / ગાંધીનગરમાં ભાજપની સત્તા નિશ્વિત,કોંગ્રેસનો કરૂણ રકાસ,AAPએ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને 5.3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. દાનનીર મોબીને આ ગીત દ્વારા ફરી એક વખત સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી લીધું છે. એક યુઝરે લખ્યું, ‘સુંદર અવાજ. માશા અલ્લાહ.’ વળી, અન્ય યુઝર્સે લખ્યું, ‘જાદુઈ અવાજ.’ જ્યારે, એક યુઝરે લખ્યું, ‘તમારો અવાજ મારા આત્માને સ્પર્શી ગયો છે.’ નોંધનીય છે કે લગભગ 16 લાખ લોકો ઈન્સ્ટાગ્રામ પર દાનનીરને ફોલો કરે છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment