લોકોને રસીમાં વિશ્વાસ છે પણ સરકારમાં નથી – કોંગ્રેસ નેતા જયરાજસિંહનાં પ્રહાર

Vaccine / લોકોને રસીમાં વિશ્વાસ છે પણ સરકારમાં નથી – કોંગ્રેસ નેતા જયરાજસિંહનાં પ્રહાર

ભાભીજીના પાપડ , ગૌ મુત્ર , થાળીઓ અને દીવડાઓના ટુચકા કરી કોરોના ભગાડવાના અસફળ ટુચકાઓ કરતી સરકાર જ્યારે ના છુટકે વિજ્ઞાનના ખોળે જાય ત્યારે જનતા પૂર્વેનાં એક્ષપેરીમેન્ટ અને અનુભવોને આધારે થોડી શંકાશીલ હોય એ સ્વાભાવિક છે. શંકા દેશના વૈજ્ઞાનિકો ઉપર નહી પરંતુ સરકાર ઉપર સેવાઈ રહી છે. આ તીખા કટાક્ષોનાં તીર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા ભાજપ અને કેન્દ્ર સહિત ગુજરાતની ભાજપ સરકાર પર છોડવામાં આવ્યા હતા.

વધુ પ્રહારો કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે, જેમ અમિતાભે તાળી ને થાળી પીટી કોરોનાને ઘરે આમંત્ર્યો એવુ કંઈક પોતાની સાથે ના ઘટે એની ચિંતા લોકોને થવી સહજ છે અને માટે રસીકરણ સંદર્ભે જનભાગીદારીના બદલે સરકારે જબરજસ્તી કરવી પડે તેવી હાલત છે.

દેશનો આ પહેલો રસીકરણ પોગ્રામ નથી પણ આ ” રસીકરણ ના રાજકારણનો ” દેશમાં પહેલો પોગ્રામ છે એ ચોક્કસ છે.

જયરાજસિંહે જણાવ્યું કે, ” પ્રજાને વિશ્વાસ અપાવવા ઠાલી વાતો ચાલે નહીં કેમ કે વાતોના વડા હવે પેટ્રોલ ડીઝલ ગેસ વિગેરેના ડબલ થતા ભાવ સાથે પ્રજાને અપચો કરાવી રહ્યા છે. સી-પ્લેન જેટલા દિવસ હવામાં અને રો-રો ફેરી જેટલા દિવસ પાણીમાં ચાલે છે એના કરતા વધારે દીવસ ગેરેજમાં કાઢે છે ત્યારે નળમાંથી ટપકતા તેલના ટીંપા માટે તરસતી પ્રજા સરકાર પર ભરોસો કેવી રીતે મુકી શકે ?”

ખરેખર વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પોતેજ લાઈવ રસી લેવાનો કાર્યક્રમ કરી લોકોને ભરોસો અપાવવો જોઈએ. બધે નંબર વન કહેવડાવવા ટેવાયેલા મોદીજી દેશના રસી લેનાર પહેલા ભારતીય હોવાનુ એક વધુ છોગુ એમની કારકિર્દીમાં ઉમેરી શકે. હંમેશા રાષ્ટ્રવાદ પોતાની રજીસ્ટર્ડ કરાયેલી પેટન્ટ હોય તેવો દેખાડો કરતા આર.એસ.એસ. જાતે સામે ચાલીને પહેલ કરી પોતાની શાખાઓમાં રસીકરણ ફરજીયાત કરી દેશ માટે કંઈજ ના કર્યાનું કલંક સંઘ ભુસી શકે તેવી આ સોનેરી તક છે. બજરંગદળનાઓએ પણ આ રસીની ઔષધી લઈ સક્રીયતા દેખાડવી જોઈએ તથા વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા વાળા મીસકોલીયા કરોડો સભ્યો ઘરે ઘરે રસી આપવાની કારસેવા કરે તો લોકોને વિશ્વાસ બેસે. સોમનાથ થી અયોધ્યાની જેમ અયોધ્યા થી સોમનાથ રસીયાત્રા કાઢીને તમામને જાગૃત કરવા રાજકીય સાધુ સંતોએ પણ આગળ આવી ડાબા હાથ પર એક ડોઝ મુકાવવો જોઈએ જે ચડિયાતો રાષ્ટ્રવાદ જ ગણાશે…

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...