ભાવમાં વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં આજે સતત બીજા દિવસે વધારો

દેશમાં એક તરફ કોરોનાવાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. લોકોનાં જીવન ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકોને મોંઘવારીનો સાપ ફરી એકવાર હેરાન કરવાની તૈયારી કરી બેઠો છે. જી હા, હાલમાં સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી રાહત મળે તેમ લાગતું નથી.

7 મા પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર, pay fixationની સમય મર્યાદા ત્રણ મહિના લંબાઈ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલને મોંઘુ કરી દીધું છે. જણાવી દઈએ કે, મંગળવારે 4 મે, 18 દિવસ પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પેટ્રોલને 19 પૈસા અને ડીઝલમાં 21 પૈસા પ્રતિ લીટર મોંઘું કર્યું છે. બુધવારે (5 મે) દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલનાં ભાવમાં અનુક્રમે 19 પૈસા, 16 પૈસા, 17 પૈસા અને 15 પૈસાનો વધારો થયો છે. બીજી બાજુ ડીઝલ અનુક્રમે 21 પૈસા, 20 પૈસા, 21 પૈસા અને 19 પૈસા મોંઘુ થઈ ગયું છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, બુધવારે (5 મે, 2021), દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઇમાં ગ્રાહકોએ પેટ્રોલ માટે અનુક્રમે 90.74 રૂપિયા, 90.92 રૂપિયા, 97.12 અને 92.70 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં ડીઝલને અનુક્રમે રૂ. 81.12, 83.98, 88.19 અને રૂ. 86.09 ચૂકવવા પડે છે.

ઉત્પાદનમાં વધારો / કોરોનાના કહેર વચ્ચે દેશમાં વધ્યું ખાંડનું ઉત્પાદન, યુપીની ઘણી મિલોમાં ઉત્પાદન હજી પણ ચાલુ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ દર અને ડીઝલ દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં રેટમાં સંશોધન કરી ઇશ્યૂ કરે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેલની કિંમતમાં બમણો વધારો થાય છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery