કોરોના સંક્રમિત / ભાજપના નેતા આઈ.કે.જાડેજાને થયો કોરોના, યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ

  • વધુ એક ભાજપ નેતા કોરોના સંક્રમિત
  • ભાજપ નેતા આઈ.કે.જાડેજા કોરોના સંક્રમિત
  • યુ.એન. મહેતા હોસ્પિટલમાં લેશે સારવાર

ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા હતા. મોટી મોટી હસ્તિઓથી લઈને રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. ત્યારે આવામાં હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાબાદ હવે ભાજપના નેતા આઈ.કે.જાડેજાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે એન તેમને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આપને જણાવી દઇએ કે, રાજ્ય સરકારનાં દિગ્ગજ મંત્રીને કોરોના થયો હોવાનુ સામે આવતા હવે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા આજે જ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત થયા છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના થતા તેમને તાત્કાલિક યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. તેમની ખબર પુછવા માટે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારનાં રોજ 3,575 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,28,453 પહોંચ્યો છે. જે હવે ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં બુધવારે 22 દર્દીઓનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આ દરમિયાન ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2,217 થઇ ગઇ છે. ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,05,149 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 18,684 છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery