Rajkot / CM રૂપાણીના ગઢમાં કાર્યકરો ભૂલ્યા ભાન, એમ્બ્યુલન્સને પણ જોઇને કરી અવગણી

ગુજરાતની 6 મહાનગર પાલિકાની 576 બેઠકો પર આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે. જેમાં મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનો કબ્જો નક્કી મનાઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે.

રાજકોટમાં સવારે 11.15 વાગ્યા સુધી રાજકોટમાં વોર્ડ નંબર 7, 10, 4, 13 અને એકમાં જીત મેળવી લીધી છે. જીત સાથે જ ભાજપના વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢ્યા હતા. આ દરમિયાન વોર્ડ નંબર 10 અને 13ના વિજય સરઘસ વચ્ચે એક એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. આ અંગે વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સ સતત સાઇરન મારી રહી છે. તેમ છતાં લોકો જીતની ઉજવણી કરવામાં મસ્ત છે.

આપને જણાવી દઈએ કે, રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનની 72 બેઠકો પર ગત રવિવારે 50.75 ટકા મતદાન થયું હતું. જેમાં શહેરના 18 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓના 293 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું હતુ. જો કે આજે મતગણતરી દરમિયાન રાજકોટમાં ભાજપનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી 36 બેઠકો ભાજપે જીતી લીધી છે. જ્યારે વોર્ડની મતગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છેજેના કારણે આ વખતે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મેયર બનશે તેમ નક્કી થઈ ગયું છે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery