બોલીવુડ ન્યુઝ / સલમાન ખાન, શાહરૂખ ખાનનો સમય હવે સમાપ્ત થશે , વાંચો આવું કોણે કહ્યું

અનેક શૈલીઓ અને ભાષાઓમાં વિવિધ પ્રકારની ફિલ્મો બનાવી ચુકેલા પ્રિયદર્શનએ કહ્યું કે આજે પ્રેક્ષકો તે ફિલ્મોને નકારી કાઢે છે જેમને તેઓ માનતા નથી. જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શનએ કહ્યું છે કે સારી વાર્તાઓ ધીરે ધીરે નવા સુપરસ્ટારની જગ્યા લેશે. પ્રિયદર્શન અત્યાર સુધીમાં સલમાન ખાન સાથે ‘ક્યૂંકી’, શાહરૂખ ખાન સાથે ‘બિલુ’, અક્ષય કુમાર સાથે ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’ […]

અનેક શૈલીઓ અને ભાષાઓમાં વિવિધ પ્રકારની ફિલ્મો બનાવી ચુકેલા પ્રિયદર્શનએ કહ્યું કે આજે પ્રેક્ષકો તે ફિલ્મોને નકારી કાઢે છે જેમને તેઓ માનતા નથી.

જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શનએ કહ્યું છે કે સારી વાર્તાઓ ધીરે ધીરે નવા સુપરસ્ટારની જગ્યા લેશે. પ્રિયદર્શન અત્યાર સુધીમાં સલમાન ખાન સાથે ‘ક્યૂંકી’, શાહરૂખ ખાન સાથે ‘બિલુ’, અક્ષય કુમાર સાથે ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’ અને ‘ભૂલા ભુલૈયા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

અનેક શૈલીઓ અને ભાષાઓમાં વિવિધ પ્રકારની ફિલ્મો બનાવી ચુકેલા પ્રિયદર્શનએ કહ્યું કે આજે પ્રેક્ષકો તેમની ફિલ્મોને નકારી કાઢે છે જેમને તેઓ માનતા નથી. તેમણે કહ્યું, “ફિલ્મ ઉદ્યોગ બદલાઈ ગયો છે. મને લાગે છે કે સુપરસ્ટાર્સનો આ છેલ્લો તબક્કો છે. આજે શાહરૂખ, સલમાન, અક્ષય જે પણ હોય તેઓ જે પણ મજા લઇ રહ્યા છે, તેઓએ ભગવાનનો આભાર માનવો જોઈએ.

ફિલ્મ નિર્માતાએ વધુમાં કહ્યું કે, ‘હવે ફિલ્મો વધુ વાસ્તવિક છે. જે પરિસ્થિતિ તમે સ્વીકારી શકતા નથી, તે બતાવી પણ શકતા નથી. તે કોમેડી હોય કે ગંભીર ફિલ્મ, તે બરાબર દેખાવી જોઈએ. મને નથી લાગતું કે જો ફિલ્મ નક્કર હોય તો નિષ્ફળ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયદર્શને પોતાની કારકીર્દિની શરૂઆત મલયાલમ ફિલ્મોથી 1980 માં કરી હતી. આ પછી તેમણે તમિલ અને તેલુગુ ફિલ્મો કરી. તેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગને ‘મુસ્કુરાત’, ‘ગારદીશ’ અને ‘વિરાસત’ જેવી ફિલ્મો આપી હતી, પરંતુ તેમને તેની વાસ્તવિક ઓળખ 2000 ની કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ થી મળી. હવે લાંબા સમય પછી તેની ફિલ્મ ‘હંગામા 2’ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તેને 23 જુલાઈથી ડિઝની + હોટસ્ટાર પર જોઈ શકે છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment