ઘણી વખત કોર્ટમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી જતા હોય છે, જેના વિશે જો તમે જાણો તમે થોડીવાર વિચારમાં પડી જશો. આવો જ એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે આવ્યો હતો.

Interesting / બીયર પીવો છો તો રાખો ધ્યાન, આ કંપની માનવ પેશાબમાંથી બનાવેે છે Beer

આપને જણાવી દઇએ કે, સોમવારે ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં વડોદરાની એક મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી છે. આ મહિલાનો પતિ આ વર્ષે મે માસમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયો હતો. તે ત્યારથી વેન્ટિલેટર પર છે. તાજેતરમાં ડોક્ટરોએ એ જાણકારી આપી હતી કે આ શખ્સ પાસે માત્ર ત્રણ દિવસ છે. આ જાણકારી બાદ તેનો પરિવાર આઘાતમાં સરી પડયો અને તેની પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મૃત્યુશૈયા પર પડેલા યુવકના પુત્રની માતા બનવા તેની પત્નીએ વીર્ય સેમ્પલ લેવા કોર્ટ સમક્ષ રાવ નાખી હતી. હાઇકોર્ટે પણ માત્ર પંદર મિનિટમાં આ કેસનો ચુકાદો આપતા તેને મંજૂરી આપી દીધી હતી. મળતી જાણકારી પ્રમાણે, પત્નીએ કોર્ટને કહ્યું હતું કે હું મારા પતિના સ્પર્મથી માતા બનવાનું સુખ મેળવવા ચાહું છું. જો કે મેડિકલ લો આની મંજૂરી આપતુ નથી. અમારા બંનેનાં પ્રેમની આખરી નિશાની તરીકે પતિનું સ્પર્મ અપાવવામાં આવે. મારા પતિ પાસે ઘણો ઓછો સમય છે. તે બે માસથી વેન્ટિલેટર પર છે. કોર્ટે પત્નીની અરજી પર સ્પર્મ લેવાની મંજૂરી આપી દીધી છે.

સાવધાન! / અમેરિકાનો દાવો, ભારતમાં કોરોનાવાયરસનાં કારણે 50 લાખથી વધુ લોકોનાં થયા મોત

એક રિપોર્ટ અનુસાર, પત્નીએ કહ્યું – અમારા બંનેનાં લગ્ન ગયા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા અને ચાર વર્ષ પહેલા કેનેડામાં અમે એકબીજાનાં સંપર્કમાં આવ્યા હતા અને ત્યાં લગ્ન કરી લીધાં હતાં. ચાર મહિના પછી એટલે કે ફેબ્રુઆરી 2021 માં સસરાને હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ અમે ભારત આવ્યા. અહીં મે મહિનામાં પતિને કોરોના થઇ ગયો. સંક્રમિત થયા પછી તેમના ફેફસાં સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા. તે બે મહિનાથી વેન્ટિલેટર પર છે અને ત્રણ દિવસ પહેલા ડોકટરોએ સંબંધીઓને કહ્યું કે તેમના પતિની તબિયત સુધરવાની સંભાવના નથી. તેની પાસે ફક્ત ત્રણ દિવસનો સમય છે. રિપોર્ટ અનુસાર, પત્નીએ કહ્યું- ‘આ પછી મેં ડોક્ટરોને કહ્યું કે હું મારા પતિનાં વીર્યથી માતા બનવા માંગુ છું, પરંતુ તેઓએ કહ્યું કે પતિની પરવાનગી વિના વીર્યનાં સેમ્પલ લેવામાં નહીં આવે. મેં હાર માની નહીં અને મને મારા સાસરાનો ટેકો પણ મળ્યો. અમે ત્રણેય હાઈકોર્ટ પહોંચ્યા. હાઇકોર્ટમાં જવાની તૈયારી કરતી વખતે, અમને કહેવામાં આવ્યું કે પતિ પાસે ફક્ત 24 કલાક છે.

રાજકારણ / અમૃતસરમાં સિદ્ધુનુ શક્તિ પ્રદર્શન, મંત્રીઓ અને ધારાસભ્યો સાથે પહોંચ્યા સ્વર્ણ મંદિર

પત્નીએ કહ્યું, ‘અમે સોમવારે અરજી દાખલ કરી હતી. આ અરજી મંગળવારે બેંચ સમક્ષ પહોંચી હતી. કોર્ટે 15 મિનિટ પછી જ પોતાનો ચુકાદો આપ્યો હતો. જો કે, હોસ્પિટલનું કહેવું છે કે તેઓ હજી પણ નિર્ણયનો અભ્યાસ કરી રહ્યા છે. કોર્ટે દર્દીનાં વીર્યને એકત્રિત કરવાની મંજૂરી આપી અને તેને બચાવવા હોસ્પિટલને આદેશ આપ્યો. જોકે, કોર્ટે આગામી આદેશો સુધી કૃત્રિમ ગર્ભાધાનની મંજૂરી આપી નથી. ગુરુવારે કોર્ટ આ મામલે ફરીથી સુનાવણી કરે તેવી સંભાવના છે.