સિંગર રાહુલ વૈદ્યે દિશા પરમાર સાથે લગ્ન કર્યા. ઉલ્લેખનીય છે કે રાહુલ વૈદ્ય બિગબોસ-14 માં કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યા છે. લગ્નના ઇનસાઇડ વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યુ હતુ. રાહુલ જાન લઈને આવ્યો ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. તેણે મિત્રો સાથે કમાલનો ડાન્સ કર્યો હતો.
આ સાથે જ દિશા પરમારે પોતાના કઝિન અને મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી.
દિશા નવવધૂના લૂકમાં ખૂબ સુંદર લાગી રહી છે. રાહુલ પરમારે પ્રથમવાર દિશાને જોઇ કે તરત જ તે દિશાને ભેટી પડ્યો હતો.
લગ્ન પછી બંનેની રિસેપ્શન પાર્ટી હતી જેમાં ઘણા ટીવી સેલેબ્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન રાહુલ અને દિશા ખૂબ ક્લાસી લુકમાં જોવા મળી રહ્યા હતા .
રાહુલ અને દિશા બંનેએ લાઈટ સિલ્વર કલરના આઉટફિટ પહેર્યા હતા. રાહુલે લાઇટ સિલ્વર કલરનું બ્લેઝર અને બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. જ્યારે દિશાએ સિલ્વર સાડી પહેરી હતી.
રાહુલ વૈદ્ય અને દિશા પરમાર રિસેપ્શનમાં પ્રેમથી સ્વાદિષ્ટ લૂક ફાઇવ ટાયર કેક કાપતા જોવા મળી રહ્યા છે. કેક પર ‘આર એન્ડ ડી’ લખેલું હતું, જેના પર રાહુલ અને દિશાનાં નામ લખાયેલાં હતાં.