મોટા સમાચાર / રાજ્યના જળ સંપતિના સચિવ એમ કે જાદવનું કોરોના રિપોર્ટ પોજીટીવ

કોરોનાના કાળા કહેરની સચિવાલયમાં એન્ટ્રી થઈ છે. રાજ્યના જળ સંપતિ ના સચિવ એમ કે જાદવની કોરોના રિપોર્ટ પોજીટીવ આવી છે. રિપોર્ટ પોજીટીવ આવ્યા બાદ તેમણે જાતે પોતાના નિવાસસ્થાને જ સારવાર લઈ રહ્યા છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, હાલ તેમની તબિયત સ્થિર છે, અને ચિંતાની કોઈ વાત નથી. પરંતુ, સચિવાલયમાં આવી રીતે ઉચ્ચ અધિકારીને કોરોનાનું ચેપ લાગી જતાં તેમના સમાચાર આખા રાજ્યમાં વીજળીની ગતિએ ફેલાઈ ગયા છે.

સચિવ એમ કે જાદવની સાથે રહેલા લોકોએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાના કોરોના ટેસ્ટ કરાવ્યા છે. અને જ્યાં સુધી રિપોર્ટનો પરિણામ ન આવે ત્યાં સુધી તેઓ પોતાને અન્ય લોકોથી દૂર રાખી રહ્યા છે.

Reporter Name: Rizwan Shaikh

More Stories


Loading ...

Top Stories


Photo Gallery