રાત્રિ કરફ્યૂને લઈ STનો મોટો નિર્ણય, બહારનાં જિલ્લામાંથી નહીં આવે કોઈ બસ

ST BUS / રાત્રિ કરફ્યૂને લઈ STનો મોટો નિર્ણય, બહારનાં જિલ્લામાંથી નહીં આવે કોઈ બસ

  • રાત્રિ કરફ્યૂને લઈ STનો મોટો નિર્ણય
  • રાત્રિ કરફ્યૂ દરમિયાન નહીં આવે બસ
  • બહારના જિલ્લામાંથી કોઈ બસ નહીં આવે
  • રાત્રે 8 સુધીમાં જ બહારથી આવશે બસ
  • ચારેય શહેરોથી સવારે 7થી બસ દોડશે
  • સવારે 7થી રાત્રે 8 સુધી જ દોડશે બસ
  • તમામ ટ્રીપનું એ મુજબ થશે રિ-શિડ્યુલિંગ
  • મહાનગરોના મુખ્ય ST મથકને કરાઈ જાણ

ગુજરાતના મહાનગરો અને અનેક સ્થળોએ અમુદ્દતીય રાત્રિ કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. અને ગુજરાત સરકાર આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જાહેર કરશે કે કરફ્યુ ક્યારે હટાવવામાં આવશે. આવા સંજોમાં રાત્રિ કરફ્યૂને લઈને ગુજરાત ST દ્વારા મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ST દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિર્ણયનાં કારણે ગુજરાતનાં લાખો લોકોને અસરો પહોંચશે તે વાત પણ પાક્કી છે.

ગુજરાત ST દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, રાત્રિ કરફ્યૂ દરમિયાન બસ નહીં આવે. બહારના જિલ્લામાંથી કોઈ બસ નહીં આવે તેવી જાહેરાત ગુજરાત ST દ્વારા કરવામાં આવતા લોકોમાં ચિંતા જોવામાં આવી રહી છે. જાહેરાત પ્રમાણે રાત્રે 8 સુધીમાં જ બહારથી આવતી બસોને પ્રવેશ આપવામાં આવશે. ચારેય શહેરો એટલે કે અમદાવાદ, વડેદરા, સુરત અને રાજકોટ થી સવારે 7થી બસ દોડશે. સવારે 7થી રાત્રે 8 સુધી જ બસ દોડશે. તમામ ટ્રીપનું એ મુજબ રિ-શિડ્યુલિંગ થશે. મહાનગરોના મુખ્ય ST મથકને આ નિર્ણયની જાણ પણ કરી દેવામાં આવી છે. અને તેનો ત્વરીત અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

રાત્રિ કરફ્યૂને લઈ ભાવનગર ST દ્વારા પણ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ભાવનગર થી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જતી તમામ બસો રદ્દ કરાઇ છે. આપને જણાવી દઇએ કે, ભાવનગર થી અમદાવાદની 52 બસો કેન્સલ કરી દેવામાં આવી છે. તો રાજકોટ, સુરત, વડોદરા તરફની એક-એક બસ કેન્સલ કરવામાં આવી છે. નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ શહેરોમાં જ્યા સુધી કર્ફ્યુ રહેશે ત્યાં સુધી બસો દોડાવાશે નહી. અનિશ્ચિત સમય સુધી બસ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં+

આ પણ જુઓ – વીડિયો અહેવાલ – Ahmedabad: એરપોર્ટ પર આવતા મુસાફરોને પડી રહી છે હાલાકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….


More Stories


Loading ...