આત્મહત્યા / કોરોના કરતા કોરોનાનો ભય વધુ ઘાતક, હવે ભાવનગરમાં સંક્રમિત યુવકે કર્યો આપઘાત

ગુજરાતમાં કોરોના કરતા કોરોનાનો ભય વધુ ઘાતક બની રહ્યો છે. અહીં લોકો કોરોનાથી તો મારી જ રહ્યા છે, સાથે સાથે કોરોનાના ભયને લીધે પણ આપઘાત કરી રહ્યા છે. ત્યારે આવમાં રાજકોટ બાદ હવે ભાવનગરમાં કોરોના સંક્રમિત યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, ભાવનગરની સર ટી, હોસ્પિટલના ત્રીજા માળે કોરોનાની સારવાર રહેલા લઈ રહેલા દર્દીએ પડતું મૂકતા મોત થયુ છે. આ ઘટનામાં દર્દીના પરીવારે હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. દર્દીને ભાગવાની ટેવ હોવા અંગે હોસ્પિટલને જાણ કરવા છતા તેની યોગ્ય કાળજી ન લેવાતા પડતુ મૂક્યાનુ પરિવારે આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો :ઊંટની એન્ટીબોડીમાંથી થશે કોરોનાના દર્દીઓની સારવાર, નવા રિસર્ચમાં મળી આશા

આ પહેલા રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ  આપઘાત કર્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂકાવ્યુ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલ રાજ્યમાં 12820 નવા કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં 12978 કેસ નોંધાયા હતા.  રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 140 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7648  પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો :CM રૂપાણી પહોંચ્યા જૂનાગઢ, કોરોનાની કામગીરીની કરશે સમીક્ષા, જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક

રાજ્યમાં આજે 11999 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,52,275  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499   પર પહોંચ્યો છે. જેમાંથી 747  લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.76  ટકા છે.

આ પણ વાંચો : કોરોનાને રોકવા માટે જરૂરી છે સંપૂર્ણ લોકડાઉન : રાહુલ ગાંધી

આ પણ વાંચો :અમરાઈવાડીમાં બેસણામાં બેસવા બાબતે પથ્થરમારો, ત્રણ ઈજાગ્રસ્ત

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery