નવી દિલ્હી / સુશીલ કુમારને લાગ્યો વધુ એક ઝટકો, કોર્ટે પહેલવાનની કસ્ટડી 25 જુન સુધી વધારી

છત્રસાલ સ્ટેડિયમમાં થયેલા મર્ડરના કેસ મામલે સુશીલ કુમારને વધુ એક ઝટકો લાગ્યો છે, જ્યાં હવે દિલ્હીની એક અદાલતે શુક્રવારે છત્રસલ સ્ટેડિયમ ખાતેની ઘર્ષણમાં કથિત રેસલરની મોત મામલે ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની ન્યાયિક કસ્ટડી 25 જૂન સુધી લંબાવી દીધી છે. સુશીલ કુમારને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રીતિકા જૈન સમક્ષ નવ દિવસ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ તેમને રજુ કરવામાં આવ્યા હતા. સુશીલ કુમાર પર તેની સામે ખૂન અને અપહરણના કેસ નોંધાયેલા છે.

આપણ જણાવી દઈએ કે, ગત 4 અને 5 મેની રાત્રે એક મિલકતના વિવાદમાં સાગર ધનખડ અને તેના બે મિત્રો પર કુમાર અને તેના કેટલાક મિત્રોએ સ્ટેડિયમ ખાતે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ધનખડનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો :વિદેશ ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડનો બીજો ડોઝ પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે

આ સાથે પોલીસે આરોપ લગાવ્યો છે કે, સુશીલ કુમાર હત્યાના “મુખ્ય ગુનેગાર અને કાવતરાખોર” છે. પોલીસના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રોનિક પુરાવા છે જેમાં કુમાર અને તેના સાથી ધનખડને માર મારતા જોઇ શકાય છે. કુમાર અને સહ આરોપી અજયકુમાર સહરાવતની 23 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :દિલીપકુમારના ચાહકો માટે સારા સમાચાર, અભિનેતાને મળી હોસ્પિટલમાંથી રજા

આ પણ વાંચો :યુપીમાં ચાલતી ચહલપહલને લઈ PM મોદી – સીએમ યોગી વચ્ચે થઇ મહત્વની મુલાકાત

 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery