રાજકારણ / બંગાળમાં રાજકીય હિંસાનાં વિરોધમાં આજે રાષ્ટ્રવ્યાપી ધરણા-પ્રદર્શન કરશે BJP

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જંગી જીત બાદ રાજ્યમાં રાજકીય હિંસા જોવા મળી. છેલ્લા બે દિવસમાં બંગાળમાં સતત લોહિયાળ રમત જોવા મળી રહી છે. ચૂંટણીનાં પરિણામો બાદથી, ઘણા લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ પણ થયા છે. ઘણા લોકોનાં મકાનોમાં લૂટ કરવામાં આવી છે, કેટલીક જગ્યાએ મકાનો અને દુકાનો ફૂંકી દેવામાં આવી છે.

વર્ચ્યુઅલ મીટીંગ પૂર્ણ / ભારત અને બ્રિટન વચ્ચે બમણા વેપાર માટે સહમતી, સંરક્ષણ ક્ષેત્રે પણ ધ્યાન કરશે કેન્દ્રિત

આ સમગ્ર લોહિયાળ રમતનો ભોગ બનનાર ભાજપનાં કાર્યકરો હોવાનુ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરો પર રાજ્યમાં હિંસા અને આગજનીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દેશભરમાં આ લોહિયાળ ઘટનાઓની નિંદા કરવામાં આવી રહી છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી બંગાળમાં રાજકીય હિંસા સામે આજે દેશભરમાં ધરણા પ્રદર્શન કરશે. બંગાળમાં ચાલી રહેલી રાજકીય હિંસાનાં તાંડવને ધ્યાનમાં રાખીને હાલમાં સ્થિતિ હવે કેવી છે તે જોવા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોલકાતા પહોંચ્યા છે. જેપી નડ્ડા પણ આજે હિંસાનો વિરોધ કરશે. જેપી નડ્ડા મંગળવારે બે દિવસીય મુલાકાતે બંગાળ પહોંચ્યા હતા, જ્યાં તેઓ હિંસા પ્રભાવિત કાર્યકરો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી રહ્યા છે. મંગળવારે જેપી નડ્ડા બંગાળમાં હિંસાનો ભોગ બનેલા ભાજપનાં કાર્યકરનાં દક્ષિણી 24-પરગણાનાં ઘરે ગયા હતા અને તેમના પરિવારને મળ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે ટીએમસી પર ગંભીર આક્ષેપો કર્યા છે. નડ્ડાએ કહ્યું કે, બંગાળ ચૂંટણીનાં પરિણામો બાદ બંગાળમાં જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, અમે ભારતનાં ભાગલા સમયે આવી ઘટનાઓ વિશે સાંભળ્યું હતું. સ્વતંત્ર ભારતમાં કોઈ પણ રાજ્યનાં ચૂંટણી પરિણામો બાદ આવી કોઈ ઘટના અને અસહિષ્ણુતા જોવા મળી ન હોતી. બંગાળ હિંસા પર નડ્ડાએ કહ્યું હતું કે, મમતા બંગાળી સંસ્કૃતિનો ચહેરો નથી, પરંતુ અસહિષ્ણુતાનો ચહેરો છે. તેમણે કહ્યું કે તે આ વૈચારિક લડત અને અસહિષ્ણુતા ભરેલી ટીએમસીની પ્રવૃત્તિઓનાં વિરોધમાં લડવા માટે પ્રતિબદ્ધ છે.

સામૂહિક આપઘાત / રાજકોટમાં પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવનાર કમલેશભાઈ લાબડીયાનું સારવાર દરમિયાન મોત, પાંચસામે ગુનોદાખલ

બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી બાદ બંગાળમાં થયેલી હિંસા અંગે ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ મંગળવારે રાજ્યનાં રાજ્યપાલ જગદીપ ધનઘડને ફોન કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતા અને દુખ વ્યક્ત કર્યું હતું અને કાયદો અને વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવા કહ્યું હતું. ધનખડે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાને તેમને રાજ્યમાં ચિંતાજનક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે જાણવા ફોન કર્યો હતો, જ્યાં મતદાન દરમિયાન વિધાનસભાની ચૂંટણીનાં વલણો અને પરિણામો સમયે રવિવારે સાંજે ઘણા ભાગોમાં હિંસા જોવા મળી હતી. બંગાળનાં અનેક ભાગોમાં અગ્નિદાહ અને હિંસાનાં અહેવાલો બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યપાલ ધનખડ સાથે વાત કરી.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery