જાહેરાત / પાકિસ્તાન સરકારના હિન્દુ સાંસદે કરી મોટી જાહેરાત,જાણો વિગત

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના હિન્દુ સાંસદે સોમવારે જાહેરાત કરી છે કે તેઓ આ સપ્તાહના અંતમાં યાત્રાળુઓના સમૂહ સાથે ભારત જશે


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના હિન્દુ સાંસદે સોમવારે જાહેરાત કરી છે કે તેઓ આ સપ્તાહના અંતમાં યાત્રાળુઓના સમૂહ સાથે ભારત જશે. વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના આ સાંસદનું કહેવું છે કે તેઓ યાત્રાળુઓ માટે ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરશે,પાકિસ્તાન હિંદુ પરિષદના વડા અને નેશનલ એસેમ્બલીના સભ્ય ડો. રમેશ કુમાર વાંકવાણીએ જણાવ્યું કે પ્રતિનિધિમંડળ 29 જાન્યુઆરીએ  ભારત જશે. આ પાકિસ્તાન એરલાઇન્સ ઇન્ટરનેશનલ (PIA)ની ચાર્ટર્ડ ફ્લાઇટ હશે. આ યાત્રાળુઓ ભારતમાં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ દિલ્હીમાં દરગાહ હઝરત નિઝામુદ્દીન ઓલિયા, ભારતમાં આગ્રામાં અજમેર દરગાહ ખ્વાજા ગરીબ નવાઝ અને તાજમહેલની મુલાકાત લેશે.

વાંકવાણીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની તીર્થયાત્રીઓને ભારતના તમામ ધાર્મિક સ્થળોએ PIA ની ફ્લાઈટ દ્વારા જ લઈ જવામાં આવશે. ભારતીય તીર્થયાત્રીઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા પાકિસ્તાન જશે.” તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા એર ઈન્ડિયાની ફ્લાઈટ 20 ફેબ્રુઆરીએ દિલ્હીથી પેશાવર જશે. તેની મુલાકાત લેનારા યાત્રાળુઓ શ્રી પરમહંસ જી મહારાજની સમાધિ અને ખૈબર પખ્તુનખ્વાના કડક વિસ્તારમાં આવેલા તેરી મંદિરની મુલાકાત લેશે.તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે મહિના પ્રમાણે ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે ધાર્મિક પર્યટન શરૂ થવાથી લોકો પણ નજીક આવશે.


More Stories


Top Stories


Photo Gallery

Entertainment