અફઘાનિસ્તાન / તાલિબાને સાલેહ સહિત ભૂતપૂર્વ ટોચના અફઘાન અધિકારીઓ પાસેથી કરોડો રૂપીયા કર્યા જપ્ત

કેન્દ્રીય બેંકે ગયા અઠવાડિયે સ્થાનિક બેંકોને એક પરિપત્ર બહાર પાડીને અફઘાન સરકારના ભૂતપૂર્વ રાજકીય વ્યક્તિઓના ખાતા સ્થગિત કરવા જણાવ્યું હતું

અફઘાનિસ્તાનના તાલિબાન અંકુશિત સેન્ટ્રલ બેંકે બુધવારે કહ્યું કે તેણે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ સહિત ભૂતપૂર્વ ઉચ્ચ સરકારી અધિકારીઓ પાસેથી લગભગ 124 મિલિયન ડોલર રોકડ અને સોનું જપ્ત કર્યું છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાં અને સોનું અધિકારીઓના ઘરોમાં રાખવામાં આવ્યું હતું, જોકે તે કયા હેતુ માટે રાખવામાં આવ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેમને અમરૂલ્લાહ સાલેહના ઘરેથી 650 ડોલર મિલિયન મળ્યા હતા. તાલિબાને કહ્યું કે તેમને સાલેહના ઘરમાંથી સોનાની ઇંટો પણ મળી છે. વધુમાં એમ પણ ઉમેર્યુ કે તે તેમને મળેલા કુલ નાણાંનો એક માત્ર નાનો ભાગ હતો. અમરૂલ્લા સાલેહનું ઠેકાણું આજે પણ અજ્ઞાત છે. અમરૂલ્લાહ સાલેહ અને અહમદ મસૂદ તાલિબાનોએ પંજશીર પર કબજો કર્યો ત્યારથી સલામત સ્થળે ખસેડાયા છે. પંજશીર ઘાટીમાં હજુ પણ લડાઈ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાલેહે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવેલા તાલિબાનનો વિરોધ કરવાની સોગંધ લીધા હતા. ગયા અઠવાડિયે તેના પરિવારના એક સભ્યએ કહ્યું હતું કે તાલિબાનોએ સાલેહના ભાઈ રોહુલ્લાહ અઝીઝીની હત્યા કરી છે. એટલું જ નહીં તાલિબાન રોહુલ્લાહના મૃતદેહને દફનાવવાની પણ મંજૂરી આપી ન હતી. રોહુલ્લાહ છેલ્લા ઘણા દિવસોથી પંજશીરમાં તાલિબાન સામે લડી રહ્યો હતો. તેઓ નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના એકમના કમાન્ડર પણ હતા. એક અલગ નિવેદનમાં, બેંકે અફઘાનોને દેશની સ્થાનિક અફઘાન ચલણનો ઉપયોગ કરવા વિનંતી કરી.

અફઘાનિસ્તાનમાં ચિંતા છે કે દેશની બેંકો અને કંપનીઓ પાસે નાણાંની અછત ઊભી થશે અને તેમાં પણ જેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે તે ડોલરની પણ અછત સર્જાશે. બે કોમર્શિયલ બેન્કરોએ કહ્યું કે તાલિબાન ભૂતપૂર્વ સરકારી અધિકારીઓની સંપત્તિની વસૂલાત કરવા માંગે છે, કેન્દ્રીય બેંકે ગયા અઠવાડિયે સ્થાનિક બેંકોને એક પરિપત્ર બહાર પાડીને અફઘાન સરકારના ભૂતપૂર્વ રાજકીય વ્યક્તિઓના ખાતા સ્થગિત કરવા જણાવ્યું હતું.

અફઘાનિસ્તાન પર કબજો કર્યાના એક મહિના પછી, તાલિબાન ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યાં દુષ્કાળ અને દુકાળ ફેલાઈ રહ્યો છે. દરમિયાન, એવી આશંકા છે કે આ મહિનાના અંત સુધીમાં 1.4 કરોડ લોકો ભૂખમરાની આરે આવી શકે છે. ચાર દાયકાના યુદ્ધ અને હજારો જાનહાનિ બાદ અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને ડર છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ખોરાક સમાપ્ત થઈ શકે છે. લગભગ 1.4 કરોડ લોકો ભૂખમરાની કગાર પર પહોંચી શકે છે.

 


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment