લોકડાઉન ક્યારે ? / ટાસ્કફોર્સ સત્વરે સંપૂર્ણ લોકડાઉન લાદવાની તરફેણમાં જ્યારે વડાપ્રધાન મોદી વિરુદ્ધમાં…!

કોરોના સામે જંગ જીતવા માટે દેશ વ્યાપી લોકડાઉન લાવવાના મુદ્દે વડાપ્રધાન મોદી અને તેમણે બનાવેલી covid-19 ટાસ્કફોર્સ ના નિવેદનો વિરોધાભાસી જોવા મળી રહ્યા છે. એ જોતા બંને શાન તમે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. નીતિ આયોગના વી.કે.પૌલના નેતૃત્વમાં કરવામાં આવેલી ટાસ્કફોર્સ દેશમાં તાત્કાલિક રીતે સંપૂર્ણ લોક ડાઉનલોડ કરવા માટે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરી રહી છે.

જ્યારે બીજી બાજુએ વડાપ્રધાન મોદી સંપૂર્ણ લોકડાઉન લાદવાની લાવવાની તરફેણમાં નથી.પીઅએમઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન લોકડાઉનથી દૂર ભાગી રહ્યા છે ત્યારે પૌલ એક અઠવાડિયામાં બે વખત વડાપ્રધાન સામે સંપૂર્ણ લોક ડાઉન માટે રજૂઆત કરી ચૂક્યા છે.

દેશમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો આવ્યા પછી ટાસ્કફોર્સ દર ત્રીજા દિવસે બેઠક યોજી રહી છે. તેમજ આ બેઠકમાં સર્વાનુમતે લોકડાઉનની તરફેણ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. આ માટે તેઓ સામાજિક અંતર દ્વારા સરકારને જરૂરી વ્યવસ્થા માટે નો સમય મળી રહેશે તેવી દલીલ કરી રહ્યા છે. જ્યારે પીએમઓનો મત છે કે લોકડાઉનના કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાઈ જશે તો તેને ફરીથી પાટા પર લાવવામાં બીજા છ મહિના જેટલો સમય પસાર થઇ જશે.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery