જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે સંમ્પન

Jamnagar / જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે સંમ્પન

જામનગર જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સાંજે 5 વાગ્યાના સમય સુધી મતદાન થયું હતું અને બેલેટ પેપરથી રજિસ્ટ્રારની હાજરીમાં મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, વિવાદોનાં વંટોળમાં રહેલી આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

જામનગરની ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં બે બેઠકો બિનહરીફ થતાં 14  વિભાગમાં કુલ 39 ઉમેદવારો મેદાનમાં | Two seats uncontested in the jamnagar  district co ...

ઉલ્લેખનીય છે કે ચૂંટણી રુપરેખા પ્રમાણે આગામી 16 જાન્યુઆરીના રોજ મતગણતરી અને પરિણામ હતા. જો કે, મતગણતરી અને પરિણામ પર સુપ્રીમની રોક એટલે કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. અને SC દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, બે સપ્તાહમાં સોગંદનામું રજૂ કરવું. તો પરિણામોની જાહેર માટે સુપ્રીમ સામે મીટ માંડાયેલી છે.

Movement in Halar ... who is true ... who is false ...?

આપને જણાવી દઇએ કે, જામનગર જિલ્લા સહકારી બેન્કની 6 બેઠકો માટે આજે મતદાન થયું હતું. બેન્ક હાલરના બંને જિલ્લામાં મોટું કદ ધરાવે છે. સાથે સાથે નવા ટ્રેન્ડ પ્રમાણે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતનાં દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં મેદાનમાં છે. સુપ્રીમના આદેશ પ્રમાણે SC માં સોગંદનામું રજૂ થયા બાદ મતગણતરી થશે અને ત્યારે જ પરિણામ જાહેર થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…


More Stories


Loading ...