Bollywood / નેહા કક્કડ, યામી સહિતની આ હસ્તીઓએ આ રીતે ઉજવી કરવા ચોથ, જુઓ તસ્વીરો

દિલ્હી એનસીઆરમાં વરસાદને કારણે ચંદ્ર મોડો જોવા મળ્યો હતો. આ સાથે જ બોલિવૂડમાં અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાની આગવી શૈલીમાં કરવા ચોથની ઉજવણી કરી હતી.

 

દેશના વિવિધ રાજ્યોમાં રવિવારે કરવાચોથ ઉજવવામાં આવી હતી. દિલ્હી એનસીઆરમાં વરસાદને કારણે ચંદ્ર મોડો જોવા મળ્યો હતો. આ સાથે જ બોલિવૂડમાં અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાની આગવી શૈલીમાં કરવા ચોથની ઉજવણી કરી હતી. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કરવા ચોથની ઉજવણી કરવા અનિલ કપૂરના ઘરે પહોંચી છે. જ્યારે અન્ય ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર કરવા ચોથની તસવીર શેર કરી હતી.

નેહા કક્કડે આ વર્ષે રોહન પ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેણે આ વર્ષે પહેલું કરવા ચોથનું વ્રત રાખ્યું હતું.

યામી ગૌતમે પણ આદિત્ય ધર માટે કરવા ચોથ કરી હતી. યામી ગૌતમે ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીર પોસ્ટ કરી છે.

દિશા પરમાર તાજેતરમાં રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા થે. તેણે પણ તેના કરવા ચોથની આ તસવીર  ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.

રેસલર ગીતા ફોગટે પણ કરવા ચોથની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment