ટેલીવુડ ન્યુઝ / બિગ બોસ 15 ‘ માં દિશા વાકાણી સહિતના આ સ્ટાર્સ જોવા મળશે

બિગ બોસ તેની શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલો જોવા મળે છે. તેની 15 મી સિઝનનું શૂટિંગ શરુ થઇ ચુક્યું છે. ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર આ શો પ્રસારિત

કલર્સ ટીવીના લોકપ્રિય શો ‘ બિગ બોસ ‘ તેની 15 મી સિઝન સાથે પરત જોવા મળી રહ્યો છે  છ. આ શોના ઓટીટી વર્ઝનનો પ્રોમો સલમાન ખાન શૂટ કરી ચુક્યો છે. શોમાં આ વખતે આ 15 જાણીતા ચહેરા જોવા મળશે. જેમાં અર્જુન બિજલાની, રિદ્ધીમા પંડિત, દિશા વાકાણી, રિયા ચક્રવર્તી વિગેરે જોવા મળશે. બિગ બોસ તેની શરૂઆતથી જ વિવાદોમાં સપડાયેલો જોવા મળે છે. તેની 15 મી સિઝનનું શૂટિંગ શરુ થઇ ચુક્યું છે. ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર આ શો પ્રસારિત થશે. ત્યાં 6 સપ્તાહ બાદ, આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થશે.

ટીવી સીરીયલ ‘ બહુ હમારી રજનીકાંત ‘ માં જોવા મળેલી એક્ટ્રેસ રિદ્ધીમા પંડિત જોવા મળશે. હમણાં તેણી ટીવી પદડેથી દુર છે. તેના ફેન્સ ફરીથી તેને ટીવી સ્ક્રીન પર જોવા માટે ઉત્સાહિત છે. ખતરોં કે ખિલાડી 11 ‘ માં જોવા મળેલો અર્જુન બિજલાની પણ બિગ બોસમાં જોવા મળશે. અર્જુન લાંબા સમયથી આ શોમાં ભાગ લેવા માટે ઉત્સુક હતો.

સ્વર્ગસ્થ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પણ આ શોમાં જોવા મળશે. મેકર્સ રિયાને શોની ટીઆરપી વધારવા માટે લેવા માંગે છે. રિયા ચક્રવર્તી સતત એક વર્ષથી ચર્ચાના ચકડોળે ચડેલી છે. સબ ટીવીના પોપ્યુલર શો ‘ તારક મહેતા કા ઉલટા ચશ્માં ‘ ની દયા ભાભી મતલબ કે દિશા વાકાણી પણ આ શોમાં જોવા મળશે. કોમેડિયન અને લોકપ્રિય અભિનેતા કૃષ્ણા અભિષેક પણ આ શોમાં જોવા મળશે. હાલમાં તે, ‘ ધ કપિલ શર્મા શો ‘ માં પરત ફરી રહ્યો છે. જોકે, હવે તેણે નક્કી કરવું પડશે કે તેને કપિલ શર્મા સાથે કામ કરવું છે, કે પછી બિગ બોસના ઘરમાં કેદ થવા માંગે છે.

આ ઉપરાંત, નેહા મરદા, સુરભી ચંદના, જેનિફર વિંગેટ, અમિત ટંડન, અનુષા દાંડેકર, દિવ્યા અગ્રવાલ પણ આ શોમાં જોવા મળશે, તેવી ચર્ચા ચાલી રહી છે. પ્રતિયોગીઓનું અંતિમ લીસ્ટ બિગ બોસ તરફથી જલ્દી પ્રસારિત કરવામાં આવશે.

 

 

 

 

 

 

 

 


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment