Fashion in Trend / સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

કોલેજ હોય કે ઓફિસ, દરેક પ્રસંગે તમે અલગ અલગ પ્રકારના દુપટ્ટાથી પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો. બાંધણીથી લઇને લહેરિયા, મિરર વર્ક…..

એથનિક વેરનો ચાર્મ કંઇક અલગ જ છે. વળી, વાત જ્યારે દુપટ્ટાની હોય તો આ ચાર્મ ઓર વધી જાય છે. દુપટ્ટા તમારાં સૂટને બિલકુલ અલગ લુક આપે છે. કોલેજ હોય કે ઓફિસ, દરેક પ્રસંગે તમે અલગ અલગ પ્રકારના દુપટ્ટાથી પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો. બાંધણીથી લઇને લહેરિયા દુપટ્ટા, મિરર વર્ક, ગુજરાતી પ્રિન્ટ જેવા અનેક દુપટ્ટા માર્કેટમાં અવેલેબલ છે. તો જાણીએ, દુપટ્ટાની વેરાયિટી અને તેણે કેરી કરવાની સ્ટાઇલને…

આ પણ વાંચો :પરિણીત પુરુષને ડેટ કરવાથી થાય છે આ પાંચ મોટા નુકસાન

ફ્લોરલ દુપટ્ટા

ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ અને ચોલી પછી હવે માર્કેટમાં ફ્લોરલ દુપટ્ટા મળે છે જે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ફ્લોરલ પ્રિન્ટના દુપટ્ટાને તમે સિમ્પલ ડ્રેસની સાથે કેરી કરી શકો છો જે તમને સ્ટાઇલિશ લૂક આપશે.

લહેરિયા દુપટ્ટા

રંગબેરંગી લહેરિયા દુપટ્ટા પણ સ્ટાઇલિશ લૂક આપે છે. કૉલેજ હોય કે પછી સિમ્પલ ડ્રેસ આ પ્રિન્ટના દુપટ્ટાને તમે કેરી કરી શકો છો જે તમને કેઝ્યુઅલ લૂક આપશે. આ સિવાય માર્કેટમાં ગોટા પટ્ટી અને નક્શકારી વાળા લહેરિયા દુપટ્ટા પણ મળે છે જે તમારા હેવી લૂક આપશે.

મલ્ટીકલર્ડ દુપટ્ટા

તમારાં વોર્ડરોબમાં એક મલ્ટીકલર્ડ દુપટ્ટા ચોક્કસથી હોવો જોઇએ. તમે તેને અનેક કલર્સના સૂટ્સની સાથે કૅરી કરી શકો છો. આ દુપટ્ટાનું ફેબ્રિક ખૂબ જ સોફ્ટ છે, જે તેને હવાદાર અને કમ્ફર્ટેબલ બનાવે છે. તમે તેને આખો દિવસ આરામથી કૅરી કરી શકો છો.

બનારસી દુપટ્ટા

બનારસી દુપટ્ટા એક રૉયલ લૂક આપેછ છે. તેને ચોલી અને અનારકલી ડ્રેસની સાથે પણ પહેરી શકો છે. સિમ્પલ ડ્રેસ અને ચોલીની સાથે બનારસી દુપટ્ટા પહેરવાથી હેવી અને સ્ટાઇલિશ લૂક મળશે.

પ્રિન્ટેડ દુપટ્ટા

કેઝ્યુઅલ લૂક માટે ડ્રેસની સાથે મેચિંગ પ્રિન્ટેડ દુપટ્ટા કેરી કરી શકો છો. આ સિવાય કોઇ પાર્ટીમાં કે ફંક્શનમાં પણ તમે પ્રિન્ટેડ દુપટ્ટાને ટ્રાય કરી શકો છો.

આ પણ વાંચો :વધતી ઉંમર સાથે ત્વચાને આપો વિટામિન ટચ, આ રીતે રાખો સ્કીનની સંભાળ

આ પણ વાંચો : મચ્છર અગરબત્તીનો ધુમાડા બની શકે છે જીવલેણ, જાણો તેના ગેરફાયદા


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment