વિશ્લેષણ / ઈન્ચાર્જથી ગાડી ગબડાવતા પક્ષને પરાજય સિવાય બીજું શું મળે?

ગાંધીનગર સહિત ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના ક‚ણ રકાસ પાછળ છે એક નહિ અનેક કારણો

Reporter Name: હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

ચૂંટણી સ્થાનિક હોય કે પેટા ચૂંટણી હોય પરંતુ ૨૦૧૪ બાદ અપવાદ બાદ કરતાં એવો સીલસીલો શરૂ થયો છે કે, જેમાંકોંગ્રેસ માટે હાર સિવાય બીજું કશું લખાયેલું નથી તે હકિકત છે. ભાજપ માટે જેમ જીત એક બીજાનાં પર્યાય બની ગયા છે તે જ રીતે કોંગ્રેસ માટે હાર એકબીજાનાં પર્યાય બની ગયા છે. વાત સમજવા જેવી છે. આવી હાલત કેમ થઈ? ગાંધીનગરને લાગે વળગે છે ત્યાં સુી કોંગ્રેસના નેતાઓ-ધારાસભ્યો અને તેમાંય શીર્ષસ્થ ગણાતા નેતાઓનું વલણ અને વર્તન જ અને પહેલેથી હાર સ્વીકારી લીધી હોય તેવા પ્રકારનું હતું. તેવું જાણકારો કહે છે અને ટીવી પર થતી ચર્ચા દરમિયાન દરેક વિશ્ર્લેષકોએ પણ આ વાતની નોંધ લીધી છે.


ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ. ૨૦૨૧માં પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસે ૧૮ બેઠકો મેળવી સત્તા મેળવી પણ મેયર સહિત ત્રણ સભ્યોના પક્ષ પલ્ટા બાદ કોંગ્રેસના હાથમાંથી સત્તા હળવેક દઈને સરકી ગઈ જ્યારે બીજી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને સમાન ૧૬-૧૬ બેઠકો મળી હતી પણ કોંગ્રેસના એક આગેવાને રાતોરાત ભાજપનો ખેસ પહેરી મેયર પદ સ્વીકારી લીધું. ટૂંકમાં સુપર ઓવર રમી લઈ કોંગ્રેસને સત્તામાંથી આઉટ કરી દીધી.

કોંગ્રેસ માટે હાર
ગાંધીનગરમાં કોંગ્રેસનું રાજ વર્ષોથી હતું. નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ જીતતી હતી પરંતુ હવે આખો કિલ્લો પડીને ધ્વસ્ત થઈ ગયો છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ જયાં પેટાચૂંટણીઓ હતી ત્યાં પણ રાજકોટ જિલ્લા સિવાય કોઈ સ્થળે કોંગ્રેસને ધારણા મુજબનો ફાયદો મળ્યો નથી. અથવા તો ફાયદા કરતાં નુકશાન થયું છે. કોંગ્રેસના આગેવાનો ટીવી ચેનલો પરની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીએ ભાજપ વિરોધી મતોમાં ભાગલા પડાવી ભાજપને ફાયદો કરાવી આપ્યો હોવાની વાત કરી હતી. આમ આદમી પાર્ટીને ભાજપને બી ટીમ પણ કહી નાખી હતી. ગુજરાતમાં કોંગ્રેસ એક જમાનામાં સર્વેસર્વા હતી. ૨૦૧૬ની સ્થાનિક ચૂંટણીમાં નગરોમાં કે મહાનગરોમાં ભલે કોંગ્રેસની સત્તા ન આવી પરંતુ તાકાત તો વધી જ હતી. ૨૦૧૭ની વિધાન સભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ૭૭ સભ્યોની તાકાત ધરાવતો પક્ષ બની ગયો હતો. પરંતુ અત્યારે તેના હાથમાં માત્રને માત્ર ૬૫ ધારાસભ્યો બાકી રહ્યા છે. પેટા ચૂંટણીમાં અને પક્ષ પલ્ટાના કારણે અને ૩૦ વર્ષથી સત્તા વિહોણા રહેલા કોંગ્રેસીઓની સત્તા ભૂખ ઉઘડવાના કારણે તેનું મોટાપાયે પતન થયું છે તેવું વિશ્ર્લેષકો કહે તો તેમાં જરા પણ ખોટું નથી.

gujarat કોંગ્રેસ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસની હાર માટે તે ખૂદ અને તેના આગેવાનો જવાબદાર છે. કેટલાક રાજકીય વિશ્ર્લેષકો કહે છે તે પ્રમાણે ઉમેદવારોની પસંદગીથીજ કોંગ્રેસની હાર થશે તેવું લાગતું હતું. સારા ઉમેદવારો નહિ પણ મારા ઉમેદવારો પસંદ કરવાની કોંગ્રેસના કેટલાક આગેવાનોએ જે રીતરસમ અપનાવી તેના પરિણામ સ્વ‚પ કોંગ્રેસને પીછેહઠ કરવાનો વારો આવ્યો તેવું દાવા સાથે કહી શકાય તેમ છે. બીજી વાત એ કે કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રહી ત્યાર પછી કોંગ્રેસના ઉમેદવારો લોકોની સેવામાં વ્યસ્ત રહેવાને બદલે પોતાના ધંધામાં પરોવાઈ ગયા હતા અને ફરીવાર ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ કે તરત જ ફરી પાછા પ્રચારમાં લાગી ગયા પણ ભાજપ અને ‘આપ’ના પ્રમાણમાં પ્રચારમાં પણ પાછળ જ રહી ગયા હતા.
કોંગ્રેસે પોતાના શીર્ષસ્થ આગેવાનો અને ૩૬ ધારાસભ્યોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપી હતી પરંતુ દસેક જેટલા ધારાસભ્યોનાં અપવાદને બાદ કરતાં ભાગ્યેજ કોઈ ધારાસભ્યો પ્રચારમાં દેખાયા હતા. આ પણ એક વાસ્તવિક્તા હતી અમૂક ધારાસભ્યો જૂથ બંધીના કે અમૂક અંગત કારણોસર પ્રચારથી દૂર રહ્યા હતા.


હવે રાજકીય વિશ્ર્લેષકોએ ચર્ચા દરમિયાન એ વાત ખાસ નોંધી છે કે, આમ આદમી પાર્ટીએ પ્રચારના અંતિમ દિવસોમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાનો રોડ શો કર્યો, ડાયરા પણ કર્યા તેમાં લોકોની મોટી હાજરી પણ જોવા મળી. ભલે આમ આદમી પાર્ટીને બેઠક માત્ર એક મળી પણ મતતો શૂન્યમાંથી ૨૦ ટકા થયા તે નોંધવુ જ પડે જ્યારે ભાજપના પ્રધાનો અને ધારાસભ્યોની ફોજ તો હતી જ અને પ્રચાર બંધ થયા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ મેદાનમાં ઉતરી પડ્યા. મેગા રોડ શો અને રેલી યોજી જ્યારે સામે પક્ષે કોંગ્રેસ આમાનું કશું કરી શકી નહિ. કેન્દ્રીય નેતા ન આવે તો કોઈ નહિ પણ પ્રદેશ કક્ષાના નેતાઓને હાજર રાખી મોટી સભા રોડ શો યોજી શકી હોત પણ આવું કશું બન્યું નહિ.


વિશ્ર્લેષકો નોંધે છે તે પ્રમાણે જે શીર્ષસ્થ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલી તેમાંના અપવાદ બાદ કરતાં કોઈ દેખાયા ન હોવાની ગાંધીનગરના મતદારોએ પણ નોંધ લીધી.
ઘણાં વિશ્ર્લેષકોએ તો ત્યાં સુધી નોંધ્યું કે કોંગ્રેસમાં નેતાગીરી છે જ નહિ તેના પરિણામે કાર્યકરોમાં નીરાશા છે. ફેબ્રુ્રઆરી માસમાં જે સ્થાનિક ચૂંટણી યોજાઈ હતી તેમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો તેની જવાબદારી સ્વીકારીને (દેખાવ) માં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે પરંતુ તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ સાથો સાથ નવી નિમણૂંક ન થાય ત્યાં સુધી હોદ્દા પર ચાલું રહેવા પણ જણાવાયું છે. હોદ્દેદારોની વરણી અંગે દિલ્હી સ્થિત કોંગ્રેસી મોવડી મંડળમાં રજૂઆત ચર્ચા અને લોબીંગનો દોર ચાલું છે પણ નિર્ણય લેવાતો નથી. પ્રભારી રાજીવ સાતવના કોરોનામાં અચાનક નિધન બાદ કોઈ પ્રભારી પણ નિમાયા નથી. પ્રભારીની વરણીમાં પણ તારીખ પે તારીખ પડે છે. નિર્ણય લેવાતો નથી આ અંગે ટકોર કરતાં વધુ એક વિશ્ર્લેષક કહે છે કે, જે પક્ષ બે વર્ષથી પોતાનો રાષ્ટ્રીય અધ્યક્ષ ન ચૂંટી શકે, પોતાના પક્ષના નિર્ણાયક સંગઠન શક્તિ સમાન કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક પણ દોઢ વર્ષથી બોલાવી ન શકે તે પક્ષના નસીબમાં પરાજય સિવાય બીજું શું બાકી રહે?


મોંઘવારી બેકારી સહિતના પ્રશ્ર્નો છે છતાં ગુજરાતમાં ભાજપ જીતે છે. કારણ કે પોતાના પ્રશ્ર્નોમાં અટવાયેલી કોંગ્રેસ મોંઘવારી સહિતના પ્રશ્ર્નો ભાજપના કારણે છે તે વાત લોકોના ગળે ઉતારી શક્તી નથી. તેનું ફળ ભોગવવું પડે છે ટૂંકમાં ઈન્ચાર્જથી ગાડી ગબડાવતા પક્ષના નસીબે પરાજય સિવાય બીજું શું હોય.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment