જાણવા જેવું / કોઈને ધમકી કે ગાળ આપવામાં આવે તો કેટલી સજા થાય ? વાંચો સમગ્ર અહેવાલ

લડાઈ , ઝઘડામાં કે પછી મારામારી દરમિયાન લોકો એક બીજાને ગુસ્સામાં આવી જઈને ધમકી આપતા હોય છે કે હું આમ કરી નાખીશ…હું જોઈ લઈશ…હું તને મારી નાખીશ….તારા હાથ પગ તોડી નાખીશ…તને શાંતિથી રહેવા નહિ દવ…આવી ગુનાહિત વાક્ય રચના જયારે વાપરે છે ત્યારે તેમની વિરુદ્ધમાં સ્થાનિક પોલીસ કઈ કલમો હેઠળ ગુનો નોંધતી હોય છે અને તે […]

Reporter Name: Rizwan Shaikh

લડાઈ , ઝઘડામાં કે પછી મારામારી દરમિયાન લોકો એક બીજાને ગુસ્સામાં આવી જઈને ધમકી આપતા હોય છે કે હું આમ કરી નાખીશ…હું જોઈ લઈશ…હું તને મારી નાખીશ….તારા હાથ પગ તોડી નાખીશ…તને શાંતિથી રહેવા નહિ દવ…આવી ગુનાહિત વાક્ય રચના જયારે વાપરે છે ત્યારે તેમની વિરુદ્ધમાં સ્થાનિક પોલીસ કઈ કલમો હેઠળ ગુનો નોંધતી હોય છે અને તે કલમોમાં સજાની જોગવાઈ કેટલી છે તે આજે આ અંગે વિસ્તૃતવાર માહિતી આપવામાં આવી છે.

તમને ખબર છે કે આઇપીસીની કલમ 294 શું છે ?

આ કલમની જોગવાઈ એવી છે કે જયારે બે પક્ષકાર કે તેનાથી વધારે પક્ષકારો વચ્ચે વિવાદ સર્જાય ત્યારે તેઓ અસ્લિલ શબ્દ વાપરે ત્યારે મોટા ભાગે પોલીસ આ કલમના હેઠળ તે વ્યક્તિની વિરૃદ્ધમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે. જેમાં સજાની મર્યાદા વધુમાં વધુ 3 મહિના સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને સજા તેને ફટકારવામાં આવતી હોય છે. આ કલમની હેઠળ જયારે ફરિયાદ નોંધાય છે ત્યારે આરોપીને જામીન મોટાભાગે મળી જતા હોય છે.

તમને ખબર છે કે આઇપીસીની કલમ 506 શું છે ?

આ કલમની જોગવાઈ એવી છે કે જયારે બે પક્ષકાર વચ્ચે થયેલી લડાઈમાં કોઈ પક્ષકાર જાનથી મારી નાખવાની ધમકી કે શારીરિક નુકશાન પહોંચાડવાની ધમકી આપે ત્યારે આવા ઈસમની સામે સ્થાનિક પોલીસ ગુનો નોંધીને તપાસ કરતી હોય છે. આ ગુનામાં સજાની જોગવાઈ વધુમાં વધુ બે વર્ષ સુધીની સાદી કેદની અથવા બંને શિક્ષા કરવામાં આવતી હોય છે.

તમને ખબર છે કે આઇપીસીની કલમ 507 શું છે ?

આ કલમની જોગવાઈ એવી છે કે જયારે કોઈ વ્યક્તિ લેખિતમાં અન્ય કોઈ વ્યક્તિને ધમકી આપે ત્યારે પોલીસ આ કલમ હેઠળ તે વ્યક્તિની સામે ગુનો નોંધતી હોય છે. આ ગુનાની સજાની મર્યાદા વધુમાં વધુ 2 વર્ષ સુધીની હોય છે.

તમને ખબર છે કે આઇપીસીની કલમ 508 શું છે ?

જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી બળજબરી પૂર્વક કાર્ય કરાવવા માટે ધમકી આપે ત્યારે તેવી વ્યક્તિની સામે આ કલમ હેઠળ ગુનો નોંધાય છે. જેની સજાની મર્યાદા જોગવાઈ બે વર્ષ સુધીની વધુમાં વધુ અથવા દંડ અથવા બંને ફટકારવામાં આવતી હોય છે.

આમ, જયારે પણ કોઈ વ્યક્તિનો ઝઘડો થાય ત્યારે તે થોડા સમય માટે શાંત થઇ જાય અથવા પોતાના ગુસ્સાને પાણી સમજીને પી જાય તો આ કલમોના સંઘર્ષમાં આવતા બચી શકે છે. કોઈને ધમકી આપવી એ સામાન્ય ગુનો નથી. આનાથી સામેની વ્યક્તિને મનમાં ડર બેસી જાય છે કે તેના ઉપર ભવિષ્યમાં હુમલો થઇ શકે છે , તેને ઇજાઓ પણ પહોંચી શકે છે, અથવા તેનો જીવ પણ જઈ શકે છે. જેના કારણે તે ભયના નેજા હેઠળ જીવતો હોય છે. અને જયારે પણ આવી ઘટના બને અને ત્યારે વ્યક્તિને સૂઝના પડતી હોય કે તે શું કરે હવે આગળ ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં જઈને લેખિતમાં ફરિયાદ આપવી જોઈએ. અને પોલીસ જયારે ગુનો નોંધે તો જોવવું જોઈએ કે પોલીસ ખરેખર કંઈ ગુનાની કલમ નોંધી રહી છે. આ કલમોના વિશે તમે જાણતા હશો તો તમને અવશ્ય ખ્યાલ આવી જશે કે પોલીસ સાચી કલમ નોંધી રહી છે કે ખોટી ?


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment