પ્રોફાઈલ / કોણ છે આર્યન ખાન સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલ મુનમુન ધામેચા?

મુનમુન ધામેચા દિલ્હીની રહેવાસી છે. જોકે વાસ્તવમાં મુનમુન ધામેચાનું ઘર મધ્યપ્રદેશના સાગર જિલ્લાની તહસીલમાં છે. હાલમાં આ ઘરમાં કોઈ રહેતું નથી…

રવિવારે આર્યન ખાન સાથે ક્રૂઝમાં થયેલા ડ્રગ પાર્ટી કેસમાં અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા નામના બે લોકોની પણ NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અરબાઝ અને મુનમુન પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં કોર્ટે ત્રણેય આરોપીઓને એક દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આર્યન ખાનને બધા જાણે છે પણ મુનમુન ધામેચા આખરે કોણ છે? ચાલો જણાવીએ.

એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુનમુન ધામેચા દિલ્હીની રહેવાસી છે. જોકે વાસ્તવમાં મુનમુન ધામેચાનું ઘર મધ્યપ્રદેશના સાગર જિલ્લાની તહસીલમાં છે. હાલમાં આ ઘરમાં કોઈ રહેતું નથી.

આ  પણ વાંચો :બર્થ ડે પર કરીના કપૂરે નણંદ સોહાની સાદગીના આ રીતે કર્યા વખાણ..

મુનમુનની માતાનું ગયા વર્ષે અવસાન થયું હતું, જ્યારે તે જાણીતું છે કે તેના પિતા પહેલાથી જ મૃત્યુ પામ્યા છે. મુનમુનને પ્રિન્સ ધામેચા નામનો એક ભાઈ પણ છે. પ્રિન્સ દિલ્હીમાં કામ કરે છે.

મુનમુને પોતાનું સ્કૂલિંગ મધ્યપ્રદેશના સાગરમાંથી કર્યું. બાદમાં મુનમુન ભોપાલમાં રહેતી હતી અને પછી લગભગ 6 વર્ષ પહેલા તે ભાઈ પ્રિન્સ સાથે દિલ્હી રહેવા ગઈ હતી.

આ  પણ વાંચો : નટ્ટુકાકાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા આ સ્ટાર્સ, પંચમહાભૂતમાં વિલીન થયા ઘનશ્યામ નાયક

મુનમુને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાની હાઈટ 5.10 ફૂટ દર્શાવી છે. સાથે જ તેણે પોતાના મોડલિંગ ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે.

આ સિવાય તે પાર્ટીઓનો પણ શોખીન છે. મુનમુન ધામેચાએ શાનદાર સ્ટાઇલમાં પાર્ટી કરતી વખતે ઘણી તસવીરો શેર કરી છે. તેની સાથે તેના કેટલાક મિત્રો અને બોલિવૂડ સ્ટાર્સ પણ જોઇ શકાય છે.

મુનમુન ધામેચાની પ્રોફાઈલ પરથી એ પણ બહાર આવ્યું છે કે તેણે કોઈ પણ શો કે જાહેરાતમાં પણ કામ કર્યું છે. મુનમુને શૂટિંગ સ્ટુડિયો અને ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે.

આ  પણ વાંચો :આર્યનની ધરપકડ થયા પછી શાહરુખ ખાનને મળવા ‘મન્નત’ પહોંચ્યો સલમાન ખાન

જણાવી દઈએ કે NCB એ મુનમુન ધામેચા સામે ડ્રગ્સનું સેવન અને વેચાણ કરવાનો આરોપ લગાવીને કેસ નોંધ્યો છે. હવે આગળ તેનું શું થશે તે તો સમય જ કહેશે.

ડ્રગ્સ કેસની વાત કરીએ તો, રિપોર્ટ્સ પ્રમાણે, એનસીબીની ટીમે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં ગોવા જઈ રહેલી શિપ, કે જેના પર પાર્ટી થવાની હતી ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા બાદ 13 ગ્રામ કોકેઈન, પાંચ ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ, એક્સ્ટેસીની 22 ગોળીઓ તેમજ 1.33 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.

અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી

આ ત્રણ ઉપરાંત નૂપુર સારિકા, મોહક જયસવાલ, ગોમિત ચોપરા, ઇસ્મિત સિંહ, વિક્રાંત છોકરની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ અંગે વધુ માહિતી તો નથી, પરંતુ મોહક જયસવાલ, નૂપુર સારિકા ત્રણેય દિલ્હીના છે. મોહક તથા નૂપુર ફેશન ડિઝાઈનર છે અને ગોમિત હેરસ્ટાઇલિસ્ટ તથા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે.

આ  પણ વાંચો :ફિલ્મના સેટ પરથી ગાયબ કિંગ ખાન, આ વ્યક્તિ શાહરૂખ બનીને કરી રહ્યો છે શૂટિંગ


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment