Top Stories / ગુજરાતમાં કયા મુખ્યમંત્રીઓનો કેટલો રહ્યો કાર્યકાળ,વાંચો રસપ્રદ વિગત

1લી મે,1960ના રોજ ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી 16 મુખ્યમંત્રીઓ ગાંધીનગરની ગાદી પર આવીને ગયા. સૌથી મોટો સાશનકાળ નરેન્દ્ર મોદીનો 4610 દિવસ રહ્યો છે ત્યારબાદ વિજય રૂપાણી બીજા નંબરે રહ્યા છે.

ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ 7મી ઓગસ્ટ,2016 ના દિવસે શપથ લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ તેમને દિલ્હીથી હાઈકમાન્ડનું તેડું આવતાં રાજીનામું આપવાની ફરજ પડી છે. 11મી સપ્ટેમ્બરના રોજ સરદારધામના લોકાર્પણ બાદ તેઓ અચાનક સીધા જ રાજભવન ખાતે પહોંચ્યા હતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું હતું. અચાનક આપવામાં આવેલા સંવેદનશીલ,સૌમ્ય તથા સરળ સ્વભાવ ધરાવતાં રાજીનામાંથી ગુજરાતના રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે.

આ તબક્કે ગુજરાતના કયા મુખ્યમંત્રીએ કેટલા વર્ષ રાજ કર્યું તેમની રસપ્રદ વિગતો જાણવી જ રહી. 1લી મે,1960ના રોજ ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી 16 મુખ્યમંત્રીઓ ગાંધીનગરની ગાદી પર આવીને ગયા. સૌથી મોટો સાશનકાળ નરેન્દ્ર મોદીનો 4610 દિવસ રહ્યો છે ત્યારબાદ વિજય રૂપાણી બીજા નંબરે રહ્યા છે.

  • ડો. જીવરાજ મહેતા   1-5-1960 થી  19-09-1963
  • બળવંત મહેતા      19-09-1963 થી 19-09-1965
  • હિતેન્દ્ર દેસાઇ        19-09-65 થી  13-05-1971
  • ઘનશ્યામભાઇ ઓઝા  17-03-1972 થી  17-07-1973
  • ચીમનભાઇ પટેલ     17-07-1973 થી  09-02-1974
  • બાબુભાઇ.જે. પટેલ   18-06-1975 થી  12-03-1976
  • માધવસિંહ સોલંકી    24-12-1976  થી  11-04-77
  • બાબુભાઇ .જે.પટેલ   11-04-1977 થી  17-02-1980
  • માધવસિંહ સોલંકી    6-06-1980 થી  06-07-1985
  • અમરસિંહ ચૌધરી     06-07-1985 થી 09-12-1989
  • માધવસિંહ સોલંકી    10-12-89 થી  03-03-1990
  • ચીમનભાઇ પટેલ     04-03-1990 થી 17-02-1994
  • છબીલદાસ મહેતા    17-02-1994 થી  13-03-1995
  • કેશુભાઇ પટેલ        13-03-1995 થી 21-10-1995
  • સુરેશચંદ્ર મહેતા      21-10-1995 થી 19-09-1996
  • શંકરસિંહ વાઘેલા   23-10-1996 થી  28-10-1997
  • દિલીપ પરીખ   28-10-1997 થી  04-03-1998
  • કેશુભાઇ પટેલ   04-03-1998 થી  07-10-2001
  • નરેન્દ્ર મોદી     07-10-2001 થી 22-04-2014
  • આનંદીબેન પટેલ   22-04-2014 થી 06-08-2016
  • વિજય રૂપાણી  07-08-2016 થી 11-09-2021

More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment