Not Set/ પ્રભાસે કરીના કપૂર ખાનના ઘરે મોકલાવી બિરયાની, એક્ટ્રેસે કહ્યું – બાહુબલીનું જમવાનું…

સૈફ અલી ખાન અને કરીના કપૂરે પ્રભાસે મોકલેલી બિરયાની ખૂબ જ ઉત્સાહથી ખાધી છે. તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું: “જ્યારે બાહુબલી તમને બિરયાની…

Entertainment
બિરયાની

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગા સ્ટાર પ્રભાસની ઘણી મહાન ફિલ્મો પાઇપલાઇનમાં છે. તેમાંથી એક છે ‘આદિપુરુષ’, જેમાં સૈફ અલી ખાન અને કૃતિ સેનન પણ તેની સાથે કામ કરી રહ્યા છે. પ્રભાસ સેટ પર તેના સહ-કલાકારોની સંભાળ રાખવા માટે જાણીતો છે. તેણે આનો પુરાવો ફરી આપ્યો છે. પ્રભાસે આ ફિલ્મમાં તેના સહ-કલાકાર સૈફ અલી ખાનને બિરયાની મોકલી છે, જે તેને ખૂબ જ ભાવી હતી. બિરયાનીનો ફોટો સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.

આ પણ વાંચો :સોનમ કપૂરના જીવનમાં આવ્યું કોઈ ખાસ, કહ્યું- આ ફીલિંગ જણાવી નથી શકતી….

સૈફ અલી ખાન અને કરીના કપૂરે પ્રભાસે મોકલેલી બિરયાની ખૂબ જ ઉત્સાહથી ખાધી છે. તસવીર શેર કરતાં કરીનાએ લખ્યું: “જ્યારે બાહુબલી તમને બિરયાની મોકલે, ત્યારે તે સૌથી શ્રેષ્ઠ હશે. આ અદ્ભુત ભોજન માટે પ્રભાસનો આભાર.” કરીનાએ આ રીતે પ્રભાસનો આભાર માન્યો છે. તેમણે કેપ્શનમાં આદિપુરુષ હેશટેગ પણ ઉમેર્યું છે. પ્રભાસે આ રીતે બિરયાની મોકલીને કરીના અને સૈફ અલી ખાનના દિલ જીતી લીધા છે.

prabhas dinner

આપને જણાવી દઈએ કે પ્રભાસ અને સૈફ અલી ખાન ફિલ્મ ‘આદિપુરુષ’માં અનુક્રમે રામ અને રાવણની ભૂમિકા ભજવતા જોવા મળશે. ફિલ્મમાં કૃતિ સેનન માતા સીતાની ભૂમિકા ભજવશે જ્યારે અભિનેતા સની સિંહ લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી દિવસોમાં ‘આદિપુરુષ’ સિવાય પ્રભાસ રોમેન્ટિક ફિલ્મ ‘રાધે શ્યામ’માં પણ જોવા મળશે. આ સિવાય પ્રભાસ નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં પણ છે જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. તે ફિલ્મ ‘સાલાર’માં કેજીએફના નિર્દેશક પ્રશાંત નીલ સાથે પણ કામ કરી રહ્યો છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :ગર્લફ્રેન્ડના ભાઈની ધરપકડ બાદ અર્જુન રામપાલનું નિવેદન આવ્યું સામે, કહ્યું – મારે કોઈ લેવાદેવા નથી

બાહુબલીમાં પ્રભાસના કામના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. સૈફ અલી ખાનની વાત કરીએ તો તેની ફિલ્મ ભૂત પુલીસ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આદિપુરુષ સિવાય સૈફ અલી ખાન બન્ટી ઔર બબલી 2માં પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સૈફ અલી ખાન પત્ની કરીના કપૂરના જન્મદિવસની ઉજવણી કરવા માટે બન્ને દીકરાઓ સાથે માલદીવ્સ ગયો હતો. માલદીવ્સમાં સૈફ અલી ખાને દીકરાઓ અને પત્ની સાથે ઘણો સારો સમય પસાર કર્યો હતો. કરીના કપૂરે પોતાના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા શેર કરી છે.

આ પણ વાંચો :જુહી ચાવલાને સેટ પર બધાની સામે ફરાહ ખાને માર્યો હતો થપ્પડ, જાણો કેમ