સાઉથ સિનેમાનાં સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામનું ટ્રેલર 23 ડિસેમ્બર, ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં છે. રાધે શ્યામ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 14 જાન્યુઆરી, 2022નાં રોજ રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં પ્રભાસ કહે છે કે પ્રેમ અને લગ્ન તેના નસીબમાં લખેલા નથી.
આ પણ વાંચો – ખેડૂત આંદોલન મામલો / પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન
ટ્રેલર દરમ્યાન એવું પણ બતાવવામાં આવ્યું છે કે, જ્યારે એક વિદેશી છોકરી પ્રભાસને ‘I Love You’ કહે છે, ત્યારે તે તેને કહે છે, ‘ના, મારે માત્ર ફ્લર્ટેશન જોઈએ છે’. જોકે, ટૂંક સમયમાં જ પ્રભાસનાં જીવનમાં પૂજા હેગડેની એન્ટ્રી થાય છે, જેને જોઈને કલાકાર તેના પ્રેમમાં પડી જાય છે. ટ્રેલરમાં પૂજા કહે છે કે પ્રભાસ અને તેની વચ્ચે 97 કિસ થઈ ચૂકી છે. આપને જણાવી દઇએ કે, લાંબા સમય સુધી રાહ જોયા બાદ પ્રભાસ પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે એટલે કે 23મી ડિસેમ્બરે આવી ગયું છે અને ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ક્રિસમસ પહેલા ‘રાધેશ્યામ’નું ટ્રેલર રિલીઝ થવું એ પ્રભાસનાં ફેન્સ માટે કોઈ મોટી ભેટથી ઓછું નથી. આપને જણાવી દઈએ કે, આ એક ખૂબ જ રોમેન્ટિક લવ સ્ટોરી છે અને ચાહકો લાંબા સમય પછી પ્રભાસને આવા પાત્રમાં જોશે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે આ ફિલ્મ તેના ચાહકો માટે કોઈ ભેટથી ઓછી નથી. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ એક રોમેન્ટિક લવ સ્ટોરી (રાધે શ્યામ ટ્રેલર) પર આધારિત છે, જેની ઝલક ટ્રેલરમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ટ્રેલરમાં પ્રભાસ ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો છે, તો પૂજા હેગડે પણ સુંદરતામાં બધાને માત આપતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો – Bollywood / આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..
આપને જણાવી દઇએ કે, ‘રાધે શ્યામ’માં પૂજા અને પ્રભાસ પહેલીવાર સ્ક્રીન પર સાથે રોમાન્સ કરતા જોવા મળશે. આ પહેલા ફિલ્મનું ટીઝર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું, સ્ટોરી પછી પ્રભાસ ટ્રેલરનાં અંતમાં બોલતા જોવા મળે છે કે શું નસીબ સાથે લડીને પ્રેમ જીતી શકાય છે, શું આપણા નસીબે આટલો મોટો ભૂકંપ સર્જ્યો. પ્રેમ જે જીવન આપી શકે છે, શું તે જીવ જઈ શકે છે. હું તને પ્રેમ કરું છું.. હું તને પ્રેમ કરું છું… ટ્રેલરનાં અંતમાં એક ડૂબતું જહાજ દેખાય છે.