Union Budget 2024-25/ કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ પૂર્વેની બેઠકોનું નવી દિલ્હીમાં સમાપન

વ્યક્તિગત પરામર્શ દરમિયાન, 10 હિતધારક જૂથોમાં 120 થી વધુ આમંત્રિતો, જેમાં ખેડૂત સંગઠનોના નિષ્ણાતો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ……..

Top Stories India
Image 2024 07 07T123147.021 કેન્દ્રીય બજેટ 2024-25 માટે બજેટ પૂર્વેની બેઠકોનું નવી દિલ્હીમાં સમાપન

New Delhi News:

કેન્દ્રીય બજેટ 2024-25 માટે પૂર્વ-બજેટ પરામર્શ, જે નાણાં મંત્રાલયમાં 19 જૂન, 2024થી શરૂ થયો હતો અને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 5 જુલાઈ, 2024નાં રોજ પૂર્ણ થયો હતો.

વ્યક્તિગત પરામર્શ દરમિયાન, 10 હિતધારક જૂથોમાં 120 થી વધુ આમંત્રિતો, જેમાં ખેડૂત સંગઠનોના નિષ્ણાતો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ અને પ્રતિનિધિઓ, ટ્રેડ યુનિયનો; શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર; રોજગાર અને કૌશલ્ય; એમએસએમઇ; વેપાર અને સેવાઓ; ઉદ્યોગ; અર્થશાસ્ત્રીઓ; નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારો; તેમજ માળખાગત સુવિધા, ઊર્જા અને શહેરી ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમણે આ બેઠકોમાં ભાગ લીધો હતો.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરી; નાણાં સચિવ અને સચિવ ખર્ચ, ડૉ. ટી. વી. સોમનાથન; આર્થિક બાબતોનાં વિભાગનાં સચિવ અજય શેઠ; ડીઆઈપીએએમના સચિવ તુહિન કે. પાંડે; ડી/ઓ ફાઇનાન્સિયલ સર્વિસીસના સચિવ વિવેક જોશી; સચિવ, મહેસૂલ વિભાગ, સંજય મલ્હોત્રા; આ બેઠકમાં કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવ મનોજ ગોવિલ, સંબંધિત મંત્રાલયોનાં સચિવો, મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરન તથા નાણાં મંત્રાલય અને સંબંધિત મંત્રાલયોનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ચર્ચા વિચારણા દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી સીતારામને મૂલ્યવાન સૂચનો વહેંચવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા નિષ્ણાતો અને પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કેન્દ્રીય બજેટ 2024-25 તૈયાર કરતી વખતે તેમનાં સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવશે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરાવતી સેન્ટ્રલ જેલમાં વિસ્ફોટ; દેશી બોમ્બ ફેંકાયો, પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો: “ત્રિરંગામાં કે ત્રિરંગામાં લપેટાઈને હું પાછો જરૂર આવીશ”, કારગીલ યુદ્ધમાં શહીદ વિક્રમ બત્રા

આ પણ વાંચો: NEET UG 2024 માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા આજથી શરૂ, વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં લઈ શકશે પ્રવેશ