Rajkot News: રાજકોટમાં લોકમેળાને લઈ તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટના કલેક્ટર માટે આ મેળાનું આયોજન પડકારરૂપ બની રહેશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ આ પ્રથમ મેળો છે. આ મેળામાં સાવચેતી પર વધુ ભાર મૂકાયો છે. SOP ના કારણે રાઈડ સંચાલકોએ હરાજીનો બહિષ્કાર કર્યો છે. ખાનગી મેળા સંચાલકોએ પ્લોટ ખરીદ્યા છે.
હવે સવાલ છે કે ખાનગી મેળાના સંચાલકો નિયમનું પાલન કરશે કે નહી. મેળો ખુલ્લો મૂકવા માટે હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. કલેકટરશ્રી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે. આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી.
વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને દસ કરોડની કરાઇ છે. ગત વર્ષની ત્રણ એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના ત્રણ ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના ૧૦૦ સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે.
લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. સવારે સાડા અગિયાર વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખરાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે.
સાંઢિયા પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે. મેળાનો કલેકટર તંત્રે ૧૦ કરોડનો વિમો લીધો છે, જેમાં વીજળી, ભારે વરસાદ, વાવાઝોડુ, ધરતીકંપ સહિતની બાબતો ત્રણ આવરી લેવાઇ છે, મેળામાં ૭ એન્ટ્રી એકઝીટ ગેઇટ રહેશે, કલેકટર-જીઇબી-પોલીસ તથા આરએમસી એમ ૪ તંત્રના કન્ટ્રોલરૂમ રહેશે. તેના ફોન નંબરો જાહેર થશે, હાલ તડામાર તૈયારીઓ રેસકોર્ષ મેદાન ઉપર ચાલી રહી છે.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?
આ પણ વાંચો: ઉજ્જૈનમાં ભૂતોનો મેળો, ભૂતને ભગાડવાની માન્યતા
આ પણ વાંચો: દારુડીયાનો લાગ્યો મેળો…..જુઓ ગજબનો વાયરલ વીડિયો