- ધારાસભ્યોને લઇ જવા માટે આવ્યું પ્લેન
- સુરત એરપોર્ટ પર પહોંચ્યું ચાટર્ડ પ્લેન
- સુરત પોલીસ કમિ.અજય તોમર પહોંચ્યા એરપોર્ટ
- સ્પાઇસ જેટનું ચાટર્ડ પ્લેન પહોંચ્યું સુરત એરપોર્ટ
- શિવસેનાના ધારાસભ્યોને લઇ જવાશે ગુવાહાટી
- 11 વાગે સુરત એરપોર્ટ ખાતે જશે
- 12 વાગે સુરત એરપોર્ટથી આસામ ખાતે જશે
- બે થી ત્રણ કારમાં ધારાસભ્યને લઇ જવાયા એરપોર્ટ
- ખાસ ફ્લાઇટમાં તમામ ધારાસભ્યોને લઇ જવાશે આસામ
- રૂમાલ અને માસ્ક પહેરી મોઢુ કાઢીને નિકળ્યા ધારાસભ્યો
મહારાષ્ટ્ર સરકારમાં દિગ્ગજ નેતા અને એક સમયે ઉદ્ધવ ઠાકરેની ખૂબ નજીક રહેતા એકનાથ શિંદેએ બળવાખોર વલણ અપનાવીને સુરતની એક હોટલમાં ધામા નાખ્યા છે. શિવસેના વતી મિલિંદ નાર્વેકર અને રવિ પાઠક સુરતમાં શિંદેને મળ્યા હતા, પરંતુ શિંદેએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ ભાજપના સમર્થન વિના પાર્ટીમાં પાછા ફરશે નહીં. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, નાર્વેકરે શિંદે અને સીએમ ઉદ્ધવને ફોન પર વાત કરવા માટે કરાવ્યા. જેમાં શિંદેએ શરત મૂકી કે જો તેઓ ભાજપ સાથે ગઠબંધન કરશે તો તેઓ તેમની સાથે આવશે. શિંદેએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની સાથે સુરતમાં શિવસેનાના 30 ધારાસભ્યો અને બે અપક્ષ ધારાસભ્યો હતા.આ તમામ ધારાસભ્યો હાલ સુરતની હોટલમાં છે.
આ ધારાસભ્યોને સમજાવવા માટે મહારાષ્ટ્રથી બે નેતાઓ આવ્યા હતા પરતું તેઓ પણ તેમને સમજાવી શક્યા ન હતા તેથી હવે રાજકીય સંકટ વધી ગયું છે. શિવસેના માટે હવે પ્રતિષ્ઠા બચાવવાની જંગ આવી ગઇ છે. સુરતમા ધામા નાંખીને બેઠેલા તમામ ધારાસભ્યોને હાલ સૂુરતથી અન્ય સ્થળ પર લઇ જવાની તૈયારી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ધારાસભ્યોને ગુવાહાટી લઇ જવાના તૈયારી ચાલી રહી છે. હાલ ધારાસભ્યો માટે સ્પેશિયલ ચાર્ટડ પ્લેન આવ્યું છે. આ ધારાસભ્યો હાલ માસ્ક પહેરીને બહાર આવી રહ્યા છે. કારમાં એરપોર્ટ પર લઇ જવામાં આવ્યો છે ,ખાસ ફલાઇટ દ્વારા આસામના ગુવાહાટી લઇ જવામાં આવશે.