ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને આપવામાં આવેલી ક્લીનચીટ બાદ હવે આ કેસના પૂર્વ તપાસ અધિકારી સમીર વાનખેડે પણ ચર્ચામાં આવી ગયા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સરકારે સક્ષમ અધિકારીને આર્યન ખાન ડ્રગ્સ જપ્તી કેસમાં પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની તપાસ કરવા માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. જણાવી દઈએ કે સમીર વાનખેડેના નકલી જાતિ પ્રમાણપત્ર કેસમાં સરકાર પહેલાથી જ કાર્યવાહી કરી ચૂકી છે.
જણાવી દઈએ કે આ પહેલા બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. લગભગ 6 મહિનાની તપાસ પછી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આર્યન ખાન સહિત કુલ 6 આરોપીઓને ક્લીનચીટ આપી હતી, જ્યારે 14 અન્ય વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદો દાખલ કરવાની સાથે શુક્રવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યન ખાન ઉપરાંત અન્ય 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બે સિવાયના તમામ આરોપીઓ હાલ જામીન પર બહાર છે.
એનસીબીના અધિકારીઓએ તેમની તપાસમાં જણાવ્યું હતું કે સમીર વાનખેડે ની ટીમે ભૂલ કરી હતી.
2 ઓક્ટોબરે NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા. જેમાં તેણે આર્યન ખાન સાથે તેના બે મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની ધરપકડ કરી હતી. જોકે, એનસીબીના અધિકારીઓને આર્યન પાસે કોઈપણ પ્રકારનો નશો મળ્યો ન હતો. ધરપકડ બાદ આર્યન ખાનને મુંબઈની ફોર્ટ કોર્ટ દ્વારા NCBની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. કસ્ટડીમાં આવ્યા બાદ તેને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:યુ.એસ.માં સરકારી વેબસાઇટોનું હિન્દી, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં અનુવાદ કરવામાં આવશે
આ પણ વાંચો:ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિ કેસમાં ચાર વર્ષની સજા, 50 લાખનો દંડ
આ પણ વાંચો:ઇન્ટરનેશનલ બૂકર પ્રાઇઝ જીતનારી પહેલી ભારતીય મહિલા ગીતાંજલિ શ્રી