ભાજપમાં એક વ્યકિત એક હોદ્દાનો નિયમ વર્ષોથી ચાલ્યો આવે છે. RSSની ગળથૂંથી હોવાના કારણે નિયમોનું પાલન ભાજપમાં ચુસ્ત પણે કરવામાં પણ આવે છે. ભાજપ જ્યારે પહેલીવાર મોદી લહેરમાં 2014માં સ્ષષ્ટ બહુમતથી જીતી સત્તા પર આવ્યું ત્યારે ભાજપનાં રાષ્ટ્રીય આધ્યક્ષને ગૃહમંત્રી બનાવવામા આવતાની સાથે તુરંતમાં જ તેમણે આધ્યક્ષતા છેડી દીધી હતી. આ વખતે પણ આ ચીલો આંશીક રીતે ચાલુ રહ્યો હતો. ભાજપ ફરી બીજીવાર મોદી સુનામીમાં 2019માં સ્ષષ્ટ બહુમતથી જીતી સત્તા પર આવ્યું ત્યારે પણ ભાજપનાં રાષ્ટ્રીય આધ્યક્ષને ગૃહમંત્રી બનાવવામાં આવ્યો પરતું તેમણે તુરતમાં અધ્યક્ષતા છોડી નથી. કારણ છે યોગ્ય ઉમેદવારની તલાસ, જેમ રાજનાથનાં ઉત્તરગામી તરીકે અમિત શાહે કરી બતાવ્યું તેમ હેવ અમિત શાહ અને ભાજપને પણ સારા ઉત્તરગામીની તલાશ છે. છે ઘણા ખરાનામો ચર્ચામાં પરંતુ હાલતો કોઇ સર્વસંમતી સાઘાય હોવાનાં અણસાર નથી.
આવા સંજોગોનાં ગૃહમંત્રી અમિત શાહ જ ભાજપના અધ્યક્ષ તરીકે થોડા મહિના માટે સરકાર અને સંસ્થા બંનેની જવાબદારીઓ માટે જવાબદાર રહેશે. પક્ષ આ લોકસભાની ચૂંટણીઓ દ્વારા બનેલા વાતાવરણને જાળવી રાખવા માંગે છે, જ્યાં સુધી આ વર્ષે અંતમા મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણા, ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે નહીં. અને ભાજપ ફરી ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવી ન લે ત્યા સુધી અમિત શાહ જ ભાજપનાં ભાગ્યવિધાતા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.