રાષ્ટ્રપતિનો ગુજરાત પ્રવાસ/ રાષ્ટ્રપતિ કોવિંદનું વિધાનસભામાં સંબોધન, કહ્યું- ગુજરાત સાથે મારો જુનો સંબંધ છે

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ગુજરાત વિધાનસભામાં આ સંબોધન ત્યારે યોજાયું છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.

Top Stories Gujarat Others
રાષ્ટ્રપતિ કોવિંદનું

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે અને આજે તેઓ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરી રહ્યા છે. જ્યારે 25 માર્ચે રાષ્ટ્રપતિ કોવિંદ INS વાલસુરાના નેવલ મથકની પણ મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ કોવિંદનું વિધાનસભામાં સંબોધિત શરૂ થઈ ગયું છે.  વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી.

રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ગુજરાત વિધાનસભામાં આ સંબોધન ત્યારે યોજાયું છે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભના સંબોધનમાં ગુજરાત સિવાય કોઇ ઉપયુક્ત સ્થળ નથી. સ્વતંત્ર ભારતની કલ્પના કરવાના લોકોમાં ગુજરાતના લોકો અગ્રીમ હતા. આ માટે ગુજરાતથી વધીને કોઈ મોટુ સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો, જેને ગુજરાતના લોકોએ મજબૂત બનાવી. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં કોઈ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે. સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે.

તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા જણાવ્યુ કે, બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્વને નવીન વિચારને મહત્વ આપ્યું છે.

દેશવાસીઓના હૃદયમાં સરદાર પટેલનું કદ તેમની પ્રતિમા કરતા પણ ઉંચુ છે. રાજનીતિની સાથે સાંસ્કૃતિ, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ ગુજરાતની ભૂમિકા મહત્વની છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ સ્વતંત્રતા સંગ્રામનું ગીત બન્યુ હતું. આ ભજને માનવતાવાદને રજૂ કર્યું. હંસા મહેતાએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મહિલાઓને પુરુષોના સમકક્ષ સ્થાન અપાવવાનું કામ કર્યું. ગુજરાતના લોકોની ઉદારતા ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતા રહી છે. અહીંના તમામ મંદિરોમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે.જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે.જ્યાં ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

વિધાનસભામાં પોતાનું સંબોધ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રાજભવન પરત ફરશે, રામનાથ કોવિંદ અહીં જ રાત્રી રોકાણ કરશે અને 25 માર્ચે સવારે 7.55 વાગ્યે જામનગર જવા રવાના થશે. અહીંથી તેઓ સવારે 9 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. 9.30 કલાકે INS વાલસૂરા પહોંચીને નૌ સેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જે પછી જામનગરથી જ રાષ્ટ્રપતિ દિલ્હી જવા માટે બપોરે 12.20 વાગ્યે રવાના થઈ જશે.

આ પણ વાંચો : ધો. 10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં આવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવ્યું એસિડ

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે,વિધાનસભામાં સંબોધન કરશે

આ પણ વાંચો :સુરતના આ વિસ્તારમાં ગેટકો કંપનીના કારણે લોકો ભોગવી રહ્યા છે હાલાકી, આ છે મુખ્ય કારણ

આ પણ વાંચો :રાજકોટના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બે લોકોને લીધા હડફેટે, એકનું મોત