West Bengal News: કોલકાતા (Kolkata)ની આરજી કાર મેડિકલ કોલેજ (RGKar Medical College)માં એક મહિલા તાલીમાર્થી (Trainee Doctor)ડોક્ટર પર નિર્દયતાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. ડોક્ટર આલમ અને સામાન્ય નાગરિકો મહિલા ડોક્ટર મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટનાને લઈને બંગાળમાં અનેક સ્થાનો પર વિરોધ પ્રદર્શન દરમ્યાન હિંસા જોવા મળી. સંભવત આવી ઘટનાઓને નિયંત્રિત કરવા આગામી સમયમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝ આ મામલે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી અમિતશાહ સાથે મુલાકાત કરશે ત્યારબાદ બંગાળને લઈને મહત્વનો નિર્ણયની જાહેરાત થઈ શકે છે.
મહિલા ડોક્ટર પર આ બર્બર ઘટના બાદ ટોળાના હુમલા અને હોસ્પિટલમાં તોડફોડના કારણે મોટા પ્રશ્નો ઉભા થયા છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારની પણ આકરી ટીકા થઈ રહી છે. ટીએમસીની અંદર પણ આ મામલે વિરોધના અવાજો ઉઠવા લાગ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પણ બળાત્કાર અને હત્યાની બર્બર ઘટનાને લઈને એક્શન મોડમાં છે. રાજ્યપાલ મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ઉપપ્રમુખ જગદીપ ધનખરને પણ મળ્યા હતા. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની અટકળો પણ વધી ગઈ છે.
રાષ્ટ્રપતિ શાસન પર રાજ્યપાલે શું કહ્યું?
હવે ગવર્નર સીવી આનંદ બોઝ શું રિપોર્ટ આપે છે તેના પર ફોકસ રહેશે. તેમણે કહ્યું છે કે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ત્રણ રિપોર્ટ માંગવામાં આવ્યા છે. જો કે હજુ સુધી માત્ર એક જ રિપોર્ટ આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલો સમગ્ર સમાજ માટે કલંક સમાન છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સમાજ ડરી ગયો છે અને સરકાર તેને સંભાળી શકતી નથી. ભાજપ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહી છે. જ્યારે રાજ્યપાલને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે માંગ એ માંગ છે. જે પણ નિર્ણય લેવામાં આવશે, તે રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેંચ પણ આજે આ બર્બર ઘટનાની સુનાવણી કરવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ પત્રની અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે CJIએ આ કેસની સુઓ મોટુ સંજ્ઞાન લેવું જોઈએ અને જરૂરી આદેશો આપવા જોઈએ. તમને જણાવી દઈએ કે CBI મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર પણ પોતાની પકડ મજબૂત કરી રહી છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. CBIએ સંદીપ ઘોષની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી. આરોપ એવો પણ છે કે ઘટના બાદ તેણે કર્મચારીઓ સાથે બેઠક કરી હતી અને તેને કોઈક રીતે ઢાંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો.
આ કેસમાં અત્યાર સુધી શું થયું છે
કોલકાતાની સરકારી આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી, જે ટ્રાફિક પોલીસ સ્વયંસેવક હતો. આરોપીનો બે દિવસથી સાયકોલોજિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ આ કેસને સંભાળી શકી ન હતી ત્યારે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને હાથરસ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
સીબીઆઈએ અત્યાર સુધીમાં 20થી વધુ લોકોની પૂછપરછ કરી છે. જ્યારે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 36 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટના બાદ જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આરજી હોસ્પિટલમાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. આ મામલાને લઈને દેશભરમાં ગુસ્સો છે અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ ઓપીડી બંધ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે પાંચ માંગણીઓ મૂકી છે, જેમાં ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં આવતીકાલથી ત્રણ દિવસની હડતાળ
આ પણ વાંચો: કોલકાતામાં મહિલા ડોક્ટર દુષ્કર્મ મામલે ઉગ્ર વિરોધ બાદ આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે આપ્યું રાજીનામું