@વિશાલ મહેતા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ
- આંખના પલકારામાં મેવાતી ગેંગને ઝડપી પાડી
- આરોપીને રિક્ષામાં બેસાડી મહિલા PSI નીકળી ગયા
અમદાવાદ સાયબર ક્રાઇમની એક બાહોશ મહિલા પીએસઆઇ જેણે અગાઉ નવરંગપુરાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના દરમિયાન લોકોના જીવ બચાવવાની બાબતે પોલીસ તંત્ર દ્વારા બ્રેવરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. પરંતુ આજે ફરી એકવાર તેણે પોતાની કર્તવ્યદક્ષતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદ સાયબર સેલમાં ફરજ બજાવતા બાહોશ મહિલા PSI કે એમ પરમાર ની વિષે સાંભળી તમે પણ ચોક્કસથી તેણીની પ્રશંસા કરશો. અને તેમની ટિમ દ્વારા હરિયાણાના પલવલ ગામમાં આવેલા મોહનનગર વિસ્તારમાંથી મેવાતી ગેન્ગના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. સાત દિવસ સુધી આરોપીની વોચમાં રહેલા મહિલા પીએસઆઈને આખરે સફળતા હાંસલ થઇ છે. અને આ એજ વીરાંગના મહિલા પીએસઆઇ છે જેમને તાજેતર માંજ અમદાવદમાં આવેલી કોવીડ-19 ની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં સમયે બહાદુરી પૂર્વક લોકોના જીવ બચાવ્યા હતા.
કહેવાય છે ને કે કંઈક સારું કરવાની ભાવના જો મનમાં હોય તો વ્યક્તિ કોઈ પણ સેક્ટરમાં હોય કોઈ ફરક નથી પડતો, વધુમાં વિગત કંઈક એ મુજબ છે કે મહિલા પીએસઆઇ સાત દિવસ સુધી વેશ પલટો કરીને હરિયાણા પલવલ માં આવેલા મોહનનગર વિસ્તારમાં રહ્યા હતા અને આરોપીની તમામ રજે રજની માહિતી એકત્ર કરી હતી અને બાદમાં ખુબ જ ચપળતા પૂર્વક આરોપીના નજીકના એક મિત્ર પાસેથી તેના મકાન અને તેની અન્ય માહિતી એકત્ર કરી હતી.
બાદમાં આરોપીની કરિયાણાની દુકાનમાં ઘુસી જઈને આરોપીને માત્ર 02 જ મિનિટો માં ઉપાડી લઈને રિક્ષામાં બેસાડી દીધો હતો અને આંખના પલકારામાં મહિલા પીએસઆઇ અને તેમની ટિમ આરોપીને સ્થાનિક પોલીસ સ્ટેશન લઇને પોહચી ગયા હતા. સામાન્ય રીતે જિલ્લા બહાર જઈને આરોપીઓને પકડી પાડવા પોલીસ માટે ઘણો જ ચેલનજિંગ ટાસ્કની સાથે જીવનું જોખમ પણ રહેતું હોય છે તે વાત પોલીસ વિભાગ ઘણું સારી રીતે જાણતું હોય છે. પરંતુ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા મહિલા પીએસઆઇએ સાત દિવસ સુધી હરિયાણા ના પલવલ જિલ્લામાં આવેલા મોહનનગર વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
સૌથી અઘરી બાબત ડિટેક્શનમાં કઇ લાગી તેવું પૂછતાં મહિલા પીએસઆઇએ જણાવ્યું હતું કે હું અને મારી ટિમ સિવિલ ડ્રેસમાં સાત દિવસ સુઘી હતા અને મોહનનગર વિસ્તાર તે અમદાવાદના છારાનગર જેવો વિસ્તાર છે જેથી થોડું અઘરું લાગ્યું હતું.
કેનેરા બેન્કના ATM માંથી કાર્ડ વડે પૈસા ઉપાડી લેતી ગેંગના એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે ATM ના મશીનમાં એક “કી” લગાડી રૂપિયા ઉપાડી લેતી હતી આ ગેંગના સભ્યો આ ચાવીની શોપિંગ એક વેબસાઈટ માંથી કરી હતી અને તેની ખરીદી પણ કરી હતી તદુપરાંત સાયબર ક્રાઇમ એસીપી જીતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર આ ગેંગ અમદાવાદ, સુરત, મુંબઈ જેવા અનેક રાજ્યોમાં આ પ્રકારના ગુના આચરી ચુકી છે મેવાતી ગેંગમાં લગભગ 25 થી વધુ લોકો હોવાની જાણકારી હાલ પોલીસને મળેલ છે તદુપરાંત આ મેવાતી ગેંગ હની ટ્રેપમાં ફસાવવાનું કામ પણ કરે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…