Not Set/ વડાપ્રધાન મોદીને યુએન દ્વારા આ એવોર્ડથી કરાયા સમ્માનિત

નવી દિલ્લી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ ‘ ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીની સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બંને નેતાને આતંરરાષ્ટ્રીય સંબંધ અને પર્યાવરણ ક્ષેત્રે યોગ્ય કાર્યવાહી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ પીએમ મોદીના વર્ષ ૨૦૨૦ સુધીમાં પ્લાસ્ટિકનો […]

India Trending
680547 modi boy વડાપ્રધાન મોદીને યુએન દ્વારા આ એવોર્ડથી કરાયા સમ્માનિત

નવી દિલ્લી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘ચેમ્પિયન ઓફ ધ વર્લ્ડ ‘ ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીની સાથે ફ્રાંસના રાષ્ટ્રપતિને પણ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બંને નેતાને આતંરરાષ્ટ્રીય સંબંધ અને પર્યાવરણ ક્ષેત્રે યોગ્ય કાર્યવાહી કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

એટલું જ નહી પરંતુ પીએમ મોદીના વર્ષ ૨૦૨૦ સુધીમાં પ્લાસ્ટિકનો ખાત્મો  કરવાની પ્રતિજ્ઞાના પણ વખાણ કર્યા હતા. પર્યાવરણ મામલે વૈશ્વિક ક્ષેત્રે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોના પણ વખાણ કર્યા હતા. તમને જણાવી દઈએ ચેમ્પિયન એફ ધ અર્થ સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત પયાર્વરણ એવોર્ડ છે.

આ એવોર્ડ મામલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ખુશી વ્યક્ત કરી હતી અને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું હતું કે આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોલીસી લીડરશીપ કેટેગરીમાં યુએને ચેમ્પ્યિન ઓફ ધ અર્થ તરીકે પસંદ કરવામાં આવ્યા.