રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. અહીં તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈએ પીએમ મોદીને યુક્રેનમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો સહિતની સ્થિતિથી વાકેફ કર્યા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથેની વાતચીત દરમિયાન યુક્રેન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈન્ડો-પેસિફિક, આસિયાન અને ભારતીય ઉપખંડમાં વિકાસ અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ.
Russian Foreign Minister Sergey Lavrov was received by Prime Minister Narendra Modi during his official visit to India
(Pic courtesy: Twitter handle of Ministry of Foreign Affairs of Russia) pic.twitter.com/ykBPI3drDf
— ANI (@ANI) April 1, 2022
પીએમ નરેન્દ્ર મોદીએ, રશિયન વિદેશ પ્રધાન સાથેની તેમની મુલાકાત દરમિયાન, યુક્રેનની પરિસ્થિતિ પર હિંસાનો વહેલી તકે અંત લાવવા માટેના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો અને શાંતિ પ્રયાસોમાં કોઈપણ રીતે યોગદાન આપવા માટે ભારતની તૈયારી દર્શાવી. આ દરમિયાન રશિયન વિદેશ મંત્રીએ પીએમ મોદીને ડિસેમ્બર 2021માં આયોજિત ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિ વિશે અપડેટ કર્યું.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 37મો દિવસ છે. આ દરમિયાન યુક્રેને રશિયાની સરહદમાં ઘૂસીને પહેલો હુમલો કર્યો છે. આ હુમલો બેલગોરોડના ફ્યુઅલ ડેપોમાં થયો હતો. બેલ્ગોરોડના ગવર્નરના જણાવ્યા અનુસાર, ઇંધણ ડેપોમાં આગ યુક્રેનિયન એટેક હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે લાગી હતી. યુક્રેનના બે એટેક હેલિકોપ્ટરે આ ઈંધણ ડેપો પર હુમલો કર્યો. હુમલામાં ડેપોમાં કામ કરી રહેલા બે કર્મચારીઓને પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે.