- આજે રાત્રે મોદી કરશે હાઈલેવલની બેઠક
- યૂપીનો પ્રવાસ અધવચ્ચે છોડી દિલ્હી રવાના
- યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધ પર થશે મંથન
- યુક્રેનમાં ફસાયેલા ભારતીયો પર થશે ચર્ચા
- યુદ્ધ ન ટળે તો ભારતે શું કરવું તેના પર પણ વિમર્શ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને યુક્રેન રશિયા યુધ્ધ અંગે ચર્ચા માટે PM મોદી પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા છે. આજે PM મોદી હાઇલેવલની બેઠક કરશે જેમાં યુધ્ધ ના ટળે તો ભારતનું આગામી સ્ટેપ શું હશે ? તે અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
પીએમ મોદીએ આજે યુપીમાં 3 રેલીઓ કરી હતી
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુપીમાં ત્રણ મોટી ચૂંટણી રેલીઓ કરી હતી. બસ્તી અને દેવરિયામાં રેલી બાદ મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ રેલી કરી હતી. પોતાની રેલીઓમાં વડાપ્રધાને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ એસપી પર પરિવારવાદ કરવાનો આરોપ લગાવ્યો.
તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે. આ ઉપરાંત, રશિયન સેનાએ કહ્યું છે કે તેણે યુક્રેનના 975 સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કર્યો છે.
બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.
અત્રે નોધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સરકાર બેલારુસમાં શાંતિ મંત્રણા માટે સંમત થઈ ગઈ છે. રશિયન મીડિયાએ એમ પણ કહ્યું કે યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ બેલારુસ માટે રવાના થયું છે, જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે.
/ યુક્રેન બેલારુસમાં મંત્રણા માટે તૈયાર છે, રશિયન મીડિયાનો દાવો છે