- પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત
- સવારે 10 કલાકે ગુજરાત પહોંચશે પીએમ મોદી
- સાબર ડેરીના પ્લાંટની મુલાકાત લેશે પીએમ
- 305 કરોડના ખર્ચે બનેલા પાવડરપ્લાંટનું લોકાર્પણ કરશે
- 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે
- 600 કરોડના ચીઝ પ્લાંટનું ખાત મુર્હત કરશે
- જંગી જનસભાને સંબોધન કરશે પીએમ મોદી
- કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નાઈ જવા રવાના થશે
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે,જેના લીધે ભાજપે અત્યારથીજ સક્રીયતા દાખવી રહી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે, ફરી એકવાર PM ગુજરાતની મુલાકાત લેવાના છે,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે આવી પહોચશે અને બાદમાં સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે અને 305 કરોડના ખર્ચે બનેલા પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે,આ ઉપરાંત 125 કરોડના ખર્ચે પેકેજિંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે. આ સાથે ચીઝ પ્લાન્ટનું પણ ખાત મુર્હત કરશે.આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જનસભાને પણ સંબોધન કરશે.ઉલ્લેખનીય છે કે જનસભાના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નાઇ જવા રવાના થશે.