વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી બેઠકમાં જોડાયા હતા. આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi starts a virtual meeting with CMs to review the COVID19 situation in their respective states
(Source: Prime Minister’s Office) pic.twitter.com/I2HOM0xgrd
— ANI (@ANI) January 13, 2022
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તેમજ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોના સચિવો આ બેઠકમાં જોડાયા હતા પ્રધાનમંત્રીએ કોરોના સામેના કારગત હથિયાર તરીકે વેક્સિનેશનની મહત્તા આપતાં રાજ્યોને વેક્સિનેશન ડ્રાઇવ અને પ્રિવેન્ટીવ કેર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉત્તરાયણ, લોહરી, બિહુ જેવા વિવિધ તહેવારોમાં લોકો અને પ્રશાસન બેયની સતર્કતા-એલર્ટનેસ જળવાઈ રહે તે માટે પણ સૂચનો કર્યા હતા. ટેસ્ટિંગ, હોમ આઇસોલેશન, ટેલિમેડિસીન પદ્ધતિના ઉપયોગ માટે પણ પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પરામર્શ કર્યો હતો