સરકાર દ્વારા લાખ કોશિશ કરવામાં આવે અને દેશને ગમે તેવુ નુકશાન જાઇ પણ અમે તે દેશ વિરોધી ગુના અને દેશ વિરોધી પ્રવૃતિ અમારા પોતાનાં નીજી સ્વાર્થ અને થોડાક રૂપીયાની લાલચમાં આવીને કરશું જ આવી માન્યતા અને માનસીકતા ઘણા લોકોની હોય છે. અને પોતાનાં સ્વાર્થ માટે તે દેશને પાયમાલ કરી દેતી હરકતો પણ કરવામાં જાર પણ ખચકાતા નથી.
સરકાર ભલેને દેશને નુકસાન પહોંચાડાત નકલી ચલણને રોકવા માટે નોટબંધી કરી, નોટો બદલાવી નાખે, નવી નોટો બજારમાં મુકે પણ અમને શું ફરક પડે છે અમે તે તે છાપી નાખીશું. બસ આવી માનસીકતા સાથેનો નકલી નોટ છાપવાનો વેપલો સુરતમા સામે આવ્યો છે.
સુરતમાંથી ડુપ્લીકેટ નોટો બનાવવાનું છાપખાનું ઝડપાયુ છે. કોસંબા વિસ્તારના ઓવર બ્રિજના પૂર્વ વિસ્તારમાં આવેલા સોસાયટીના એક મકાનામાંથી આ છાપખાનું ઝડપાયું છે. છાપખાનાંમાંથી અધધધ 10 લાખથી વધુનાં દરની 500નાં દરની ડુપ્લીકેટ નોટો ઝડવામાં આવી છે.
છાપખાનું ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોસંબા પોલીસ અને જિલ્લા એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે એક આરોપી સાથે મોટી સંખ્યામાં કોરા કાગળ અને પ્રિન્ટર પણ જપ્ત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન