લોકસભાની ચુંટણીનાં છેલ્લા ચરણ માટે દેરક પાર્ટીઓ ખૂબ તૈયારીઓ કરી રહી છે. કોંગ્રેસ તરફથી પાર્ટીની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી પૂરજોશથી પાર્ટીની વિચારધારાને જનતા સમક્ષ રજૂ કરી રહી છે. જનતા સાથે ભળી જતી પ્રિયંકાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે પ્રિયંકાને પણ ઘણીવાર જનતા સાથે હળીમળી જતા જોવામાં આવી છે. જો કે પ્રિયંકા તેના સમર્થકોને જે માન-સન્માન આપે છે તેવી જ રીતે તેની આલોચના કે વિરોધ કરતા લોકોની પણ તે ઇજ્જત કરે છે. તેવો જ એક વીડિયો આજે સામે આવ્યો છે. જેમા તે એક મોદી સમર્થકને રસ્તા વચ્ચે હાથ મીલાવતી જોવા મળી રહી છે.
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમા તે એક મોદી સમર્થકની સાથ હાથ મીલાવતી નજરે ચડી રહી છે. આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધી રતલામમાં એક સભાને સંબોધિત કરવા એરપોર્ટથી રવાની થઇ હતી. જ્યા રામચંદ્ર નગર ચાર રસ્તા પાસે અમુક લોકો મોદી-મોદીનાં નારા લગાવ રહ્યા હતા. જેમા મહિલાઓ અને બાળકો પણ હતા. આ દ્રશ્ય જોઇ પ્રિયંકાએ તેનો કાફિલો રોકાયો. બાદમાં તે કારમાંથી ઉતરી અને તે લોકોની પાસે પહોચી તેમની સાથે હાથ મીલાવ્યો હતો.
તેટલુ જ હી તેણે કહ્યુ કે, તમે તમારી જગ્યાએ, હુ પોતાની જગ્યાએ. જેના જવાબમાં મોદી સમર્થકે કહ્યુ, Very Good. પ્રિયંકાએ હસતા ચહેરે તેમને ઓલ ધ બેસ્ટ કહ્યુ અને બાદમાં તેનો કાફલો ત્યાંથી રવાનો થયો.