Gandhinagar News : 2025નું નવું ભરતી કેલેન્ડર જાહેર કરાવામાં આવ્યું છે. સરકારી વિભાગમાં ચાલુ વર્ષે 21 હજારથી પણ વધુ ભરતીનું આયોજન કરાશે. પોલીસ તંત્રમાં અંદાજીત 15293 નવી ભરતીનું આયોજન, નર્મદા પાણી પુરવઠામાં 486 પોસ્ટ, ખેતીમાં 579, મહેસુલમાં 871, લેબર અને સ્કીલ ડેવલોપમેન્ટમાં 912 પોસ્ટ પર થશે ભરતી કરવામા આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતીની માહિતી આપવામાં આવી છે. GPSC દ્વારા વર્ષ 2025માં કુલ 1751 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની જગ્યાઓનો સમાવેશ થાય છે.
કેલેન્ડર મુજબ, DYSO, નાયબ મામલતદાર, શિક્ષણ સેવા, રાજ્ય વેરા નિરીક્ષક અને વહીવટી સેવા જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ પરીક્ષાઓ ઓક્ટોબર 2025થી શરૂ થશે અને ડિસેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.
તમે GPSCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ભરતી પ્રક્રિયા અને અન્ય માહિતી મેળવી શકો છો. સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તેઓએ આ જાહેર કરાયેલ કેલેન્ડરને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
આ પણ વાંચો: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં ફરીથી કૌભાંડનું ભૂત ધણધણ્યું, ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપો
આ પણ વાંચો: ગુજરાત જાહેર સેવા આયોગનું આગામી વર્ષોમાં ભરતીનું સમયપત્રક જાહેર
આ પણ વાંચો: પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો