Not Set/ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને વઢવાણમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક તાજીયા પડમાં લાવવામાં આવ્યાં

કોરોના મહામારી અને ત્રીજી લહેરની દહેશત વચ્ચે હિંદુ-મુસ્લિમના તમામ તહેવારો કોઇ પણ જાતની ભીડ-ભાડ વગર શાંતીથી અને સાદગીથી ઉજવવામાં આવી રહ્યાં છે

Gujarat Others
Untitled 230 સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇને વઢવાણમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગી પૂર્વક તાજીયા પડમાં લાવવામાં આવ્યાં

સુરેન્દ્રનગરના વઢવાણમાં તાજિયા આ વર્ષે કોરોના માહામારી અને સરકારની ગાઈડલાઈન મુજબ મુસ્લિમ સમાજે સાદગી પૂર્વક માતમમાં લાવી સ્થાપના કરી હતી. સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લાભરમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાતના તાજીયા આવ્યા પડમાં લાવવામાં આવ્યાં હતા.

કોરોના મહામારી અને ત્રીજી લહેરની દહેશત વચ્ચે હિંદુ-મુસ્લિમના તમામ તહેવારો કોઇ પણ જાતની ભીડ-ભાડ વગર શાંતીથી અને સાદગીથી ઉજવવામાં આવી રહ્યાં છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં તાજિયા આ વર્ષે કોરોના માહામારી અને સરકારની ગાઈડલાઈન મુજબ મુસ્લિમ સમાજે સાદગી પુર્વક માતમમાં લાવી સ્થાપના કરી હતી.

સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લાભરમાં સરકારની ગાઈડલાઈન મુજબ રાતના તાજીયા આવ્યા પડમાં લાવવામાં આવ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં નિકળતા જુલ્ફીકાર દર વર્ષની માફક હિન્દુ મકવાણા કુટુંબના ઘરેથી નિકળી માતમમાં આવ્યા હતા. જ્યારે રાતના તાજિયા પડમાં આવતા હિન્દુ મુસ્લિમ લોકો દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં હતા. પરંતુ કોરોનાની વેશ્વીક મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકોએ તાજીયાના દર્શન કર્યા હતા. જેમાં રાતના સમયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ યુસુફમીંયા બાપુએ તકરીર  ફરમાવી હતી.

આજે પણ તાજીયા જુલશ શહેરમાં નહીં ફરે એવો સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ધર્મગુરૂ યુસુફબાપુએ લોકોને એકતા અને ભાઈચારો રાખી અને દેશમાં અમન શાંતિ પુર્ણ માહોલ બની રહે તે માટે કરી દુવા કરી હતી.