ભર ચોમાસું ચાલી રહ્યું છે અને આ મૌસમમાં પણ જો પીવીનું પણ પાણી પુરતા પ્રમાણમાં ન મળે તો પછી પ્રજા શુું કરે? બસ આ જ કામ કર્યું જામનગર તાબેના વસઇ ગામે. સરકાર જ્યારે ઘરે ઘરે અને ગામે ગામમાં પુરતુ સ્વચ્છ પીવાનું પાણી આપી રહી છે એવા બણગાં ફૂકી રહી છે અને પોતાની વાહવાહી લૂંટી રહી છે ત્યારે સ્વચ્છ તો પછીની વાત છે પીવાનાં પાણી મેળવવા માટે પણ જનતા દ્રારા આકરા પગલા લેવા પડે છે તે સરકારી તંત્રની નિષ્ક્રિયતા જ છે.
જામનગરના વસઈ ગામે પીવાનું પાણી ન મળતા મહિલાઓ રણચંડી બની. અનેક રજૂઆત છતા તંત્ર દ્વારા આંખ આડા કાન થતા મહિલાઓએ માટલા ફોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 2200 જેટલી વસતી ધરાવતા વસઈ ગામના લોકો પાણીની વિકટ સમસ્યાથી છેલ્લા ચાર મહિનાથી હેરાન થઈ રહ્યા છે. પીવાનું પૂરતુ પાણી મળે તે માટે ઉગ્ર રજૂઆત કરતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.
આપને જણાવી દઇએ કે પીવાનાં પાણીની સમસ્યાએ હાલ જ દેશભરનું ધ્યાન ખેંચ્યું હતું અને તે પણ અવા શહેરે જે ભારતનાં ચાર મહાનગરોમાં આવે છે. જી હે વાત છે તામિલનાડુનાં ચેન્નઇની અટલે કે મદ્રાસ હાલ આ પરિસ્થિતિથી ખુબ ખરાબ રીતે જજૂમી રહ્યું છે. ચેન્નઇમાં માણસો એક એક ટીપાં પીવાનાં પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે સરકાર દ્રારા આવી સમસ્યામાં પણ આંખ-આડા-કાન કરવાની વૃતી ભવિષ્ય માટે માટી મુસીબતો લાવી શકે છે તે ચેન્નઇનાં દાખલા માથી શીખ લેવી જોઇએ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.