Gujarat/ પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ

પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ

Top Stories Gujarat Others
ramnani 14 પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ફેસલેશ કરાઈ
  • ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરી પણ વધુ સરળ બનાવાઈ

લાયસન્સ સંબંધિત સેવાઓની કામગીરીનું રાજ્ય સરકાર દ્વારા સારથી ૪.૦ અંતર્ગત સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે વધુ એક નિર્ણય લઈ પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાનું તથા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરીનું વિશેષ સરળીકરણ કર્યું હોવાનું વાહન વ્યવહાર કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર એક યા બીજા કારણોસર શિખાઉ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુન:શિખાઉ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ પુન:શિખાઉ લાયસન્સ મેળવી શકશે. અરજદાર પોતાની કક્ષાએથી ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે.

તે જ રીતે જ્યારે કોઈ ડ્રાઇવીંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગનો ઉમેરો (AEDL-Additional Endorsement to Driving License) કરાવવા માંગતો હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે શિખાઉ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું હતું પરંતુ હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને વર્ગનો ઉમેરો જાતે જ કરી શકશે, જેનું વેરીફીકેશન અને એપ્રુવલ આરટીઓ કક્ષાએ થશે. એપ્રુવલ થયા બાદ અરજદારે નિયત તારીખે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે.

તે ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટની (Endorsement to Drive Hazardous Material) કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુઅલ સ્ટેમ્પીંગ કરાવવાનું રહેશે નહી.

આમ, ઉપરોક્ત તમામ ટ્રાન્જેક્શનમાં શિખાઉ લાયસન્સ મેળવવા અને ભયજનક માલના વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કક્ષાએ આવવાની જરૂર રહેશે નહી તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

haunted / ભારતના આ 10 રાજમાર્ગો  છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…

launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…

કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ,  એક ખુલ્લું કબ્રસ્તાન…

#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…