BHARAT BANDH/ વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ હાઈવે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
a 104 વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ

@સુનિલ વણકર, મંતવ્ય ન્યૂઝ- વડોદરા 

કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ હાઈવે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, કૃષિ બિલને લઇને ખેડૂતો દ્વારા 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભારત બંધને લઈને વડોદરાના શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા વહેલી સવારથી જ હાઈવે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યું હતું.

આજે વહેલી સવારે તરસાલી બ્રિજ પાસે વડોદરા શહેર ના કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવીને હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો જ્યારે બીજીબાજુ શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓએ ભેગા થઈ શહેરના છાણી ફતેગંજ સર્કલ અને એલ એન્ડ ટી વિસ્તાર ખાતે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો જ્યાં પોલીસે ત્રણ જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી ભારત બંધના એલાનને પગલે શહેર કોંગ્રેસ દ્વારા હજુ પણ કાર્યક્રમો ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં આજે કલમ 144 લાગુ રહેશે

ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ રહેશે. આ જાહેરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કરી છે. તેમણે કહ્યું, આ સિવાય જો કોઈ વ્યક્તિ બળજબરીથી બંધ કરાવવા નીકળશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતના GDP આશિષ ભાટિયાએ ગઇકાલે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાઇ છે. જિલ્લા SP અને કમિશનરને સુચના આપવામા આવી છે. સિનિયર અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. વધારાના બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસને સ્ટેન્ડબાય રહેવાના આદેશ આપી દેવાયા છે. દરેક વિસ્તારમાં તકેદારી રાખવામા આવી રહી છે. સંવેદનશીલ વિસ્તાર પર ચાપતી નજર રહેશે. ખુલ્લી APMCમાં પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

અમરોલીમાં જિમ ટ્રેનરે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં, થઇ ધરપકડ

લગ્ન પ્રસંગમાં છવાયો માતમ : દુલ્હનની ડોલી ઉઠે તે પહેલા ઘરેથી ઉઠી પિતાની અર્થી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…