કચ્છના અંજાર તાલુકામાં ખેડાઈ ગામે આવેલ માન કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી ન મળતા ગ્રામજનો કંપની ખાતે અકત્રિત થયા હતા. લોકોના મતે કંપનીમાં જે સ્થાનિકોને રોજગારી અપાય છે તેમને પણ પગાર ચૂકવવાના ફાંદા કરીને નોકરીમાંથી છુટા કરી દેવાય છે. જ્યારે CSR ફંડ હેઠળ 5 વર્ષમાં 2 લાખ જેટલી પણ નફાની રકમ પણ કંપનીએ ગામના વિકાસ માટે વાપરી નથી. દબાણ અને પ્રદૂષણના આક્ષેપો પણ ઉઠયા છે. જેના કારણે ગ્રામજનોએ એકઠા થઈ કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો.
- અંજાર તાલુકામાં ખેડાઈ ગામનો મામલો
- ગ્રામજનોનો માન કંપની સામે વિરોધ
- કંપનીમાં સ્થાનિકોને નથી અપાતો રોજગાર
- CSR ફંડનો કંપની કરે છે દુરુપયોગ
- 5 વર્ષમાં 2 લાખ જેટલી રકમ વેડફાયી
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છનાં અંજાર તાલુકાના ખેડાઈ ગામમાં આવેલી માન કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનો કંપની ખાતે એકત્ર થઈ ગયા હતા. સરકારી જોગવાઈ પ્રમાણે કંપની દ્વારા સ્થાનિક અનસ્કીલ બેરોજગારોને પ્રથમ રોજગારી આપવી જોઈએ પણ કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નથી.
જેને નોકરી અપાય તેને શરૂઆતમાં સારો પગાર મળે છે. બાદમાં પગાર ચૂકવવામાં ફાંદા કરીને નોકરીમાંથી છુટા કરી દેવાય છે. સીએસઆર ફંડ હેઠળ નફાના બે ટકા રકમ ગામના વિકાસમાં વાપરવી જોઈએ પણ કંપનીએ 5 વર્ષમાં 2 લાખ જેવી રકમ પણ વાપરી નથી. ઉપરથી દબાણ, પ્રદૂષણ સહિતના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે આજે ગ્રામજનોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી
વિવાદ / કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ
વિવાદિત નિવેદન / ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ