નવા કૃષિ સુધારણા કાયદાને લઇને ખેડુતોનો વિરોધ વધુ આક્રમક બનશે. શુક્રવારે 8 ડિસેમ્બરે કિસાન સંગઠનોએ ‘ભારત બંધ’ ની ઘોષણા કરી છે. ખેડૂત સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરે ટોલ પ્લાઝા પર પણ ખેડુતો કબજો કરશે. એમ પણ કહ્યું કે એમએસપી મુદ્દે સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ અમે ત્રણેય કાયદા પાછા કરવા માંગીએ છીએ. અને જો આમ ન થાય, તો અમે આંદોલનને વધુ તીવ્ર બનાવીશું.
ખેડૂત નેતા ગુરનમસિંહ ચધુનીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જો શનિવારની વાટાઘાટો દરમિયાન કેન્દ્ર સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો તેઓ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પોતાનું આંદોલન વધારે તીવ્ર બનાવશે. અન્ય ખેડૂત નેતા હરવિંદર સિંઘ લખવાલે કહ્યું કે, આજે અમારી બેઠકમાં અમે 8 ડિસેમ્બરે ‘ભારત બંધ’ બોલાવવાનું નક્કી કર્યું છે, જે દરમિયાન અમે તમામ ટોલ પ્લાઝા પણ કબજે કરીશું. “
દિલ્હીના બાકીના રસ્તાઓને અવરોધિત કરીશું.
હરવિન્દરસિંહે કહ્યું કે જો આ કૃષિ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં દિલ્હીના બાકીના રસ્તાઓ અવરોધિત કરવાની યોજના બનાવી છે.
પંજાબ, હરિયાણા અને દિલ્હીના સરહદી પોઇન્ટ પર અન્ય રાજ્યોના ખેડૂતોના દેખાવો સતત નવ દિવસ સુધી ચાલુ રહ્યા છે. ગુરુવારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાટાઘાટોનું કોઈ પરિણામ મળી શક્યું નથી.
સરકાર સતત કહેતી રહી છે કે નવા કાયદાથી ખેડૂતોને સારી તકો મળશે અને તેઓ કૃષિ ક્ષેત્રે નવી તકનીકીઓ રજૂ કરશે. ખેડુતો અને સરકાર વચ્ચે પાંચમાં રાઉન્ડની વાટાઘાટો શનિવારે યોજાવાની છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…