Not Set/ PSI લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા લેખિત પરીક્ષા આપશે, મેરિટ પદ્ધતિ હટાવાઈ

લોક રક્ષક ભરતી અંગે ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે જેના લીધે હવે શારિરીક પરીક્ષા પાસ કરનાર તમામ લેખિત પરીક્ષા આપી શકશે

Top Stories Gujarat
mantway PSI લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા લેખિત પરીક્ષા આપશે, મેરિટ પદ્ધતિ હટાવાઈ

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવ્યા છે તેમણે પોતાની આગવી શૈલીથી કામ કરવાનું ચાલુ કરી દીધુ છે ,પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે,પ્રજાને લાભ થાય તે માટે નવી બનેલી સરકાર કામને મહત્વ આપી રહી છે, ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. પીએસઆઇની લોકરક્ષક ભરતી અતર્ગત મોટા સમાચાર આવ્યા છે.શારિરીક કસોટીમાં પાસ થયેલા ઉમેદવાર લેખિત પરીક્ષા આપશે 15 અને 8 ઘણાનો નિયમ બદલાયો છે .

લોક રક્ષક ભરતી અંગે ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે જેના લીધે હવે શારિરીક પરીક્ષા પાસ કરનાર તમામ લેખિત પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારે આ મોટો નિર્ણય લીધો છે. શારિરીક કસોટીમાંથી મેરિટ પદ્વતિ હટાવાઇ છે.