Election/ પંજાબ લોકસભા ચૂંટણી: BSP 1998થી લોકસભા સીટ જીતવા નિષ્ફળ રહી!

લોકસભા ચૂંટણીમાં BSPના પર્ફોમન્સની વાત કરીએ તો, પાર્ટીએ 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં એક-એક સીટ જીતી હતી. 1996ની લોકસભા ચૂંટણીમાં તેણે ત્રણ બેઠકો જીતી…………..

India
Image 2024 05 14T150729.087 પંજાબ લોકસભા ચૂંટણી: BSP 1998થી લોકસભા સીટ જીતવા નિષ્ફળ રહી!

Uttar Pradesh News: 20 ટકા દલિત વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં દલિતોનો મોટો વર્ગનો સમર્થક બીએસપી(Bahujan Samajwadi Party)ના પ્રમુખ માયાવતી 4 વાર સીએમ બન્યા છે. પરંતુ તે આજ સુધી પંજાબમાં એક પણ બેઠક જીતી ન શકી. 2011નાં આંકડા મુજબ પંજાબમાં દલિતોની વસ્તી 32 ટકા છે.

પંજાબમાં બીએસપીનો પાયો નાંખનાર કાંશીરામનું ગૃહ રાજ્ય છે. તેમ છતાં BSP અહીં પોતાનો જલવો દેખાડી ના શકી. યુપીમાં આવું જ થયું હતું. પંજાબમાં વોટશેર સતત ઘટી રહ્યો છે. વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પણ આવું જ થયું. 1998થી આજ સુધી બીએસપી પંજાબમાં લોકસભાની એક જ બેઠક જીતી છે. અત્યાર સુધી પંજાબમાં બસપાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1992માં હતું. ત્યારપછી પાર્ટીએ અહીં 9 વિધાનસભા બેઠકો જીતી હતી, પરંતુ બીજા જ વર્ષે 1997ની વિધાનસભા ચૂંટણીમાં બસપા માત્ર એક જ બેઠક પર અટવાઈ ગઈ હતી.

પંજાબમાં બીએસપીની હાલત એટલી ખરાબ છે કે 2002 થી 2017 દરમિયાન યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પંજાબમાં એક પણ સીટ જીતી શકી ન હતી, પરંતુ પાર્ટીની વોટ ટકાવારી પણ ખરાબ રીતે ઘટી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીને 5.69% મત મળ્યા, જે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઘટીને માત્ર 1.77% થઈ ગયા.

લોકસભા ચૂંટણીમાં BSPના પર્ફોમન્સની વાત કરીએ તો, પાર્ટીએ 1989 અને 1991ની લોકસભા ચૂંટણીમાં એક-એક સીટ જીતી હતી. 1996ની લોકસભા ચૂંટણીમાં તેણે ત્રણ બેઠકો જીતી હતી, જ્યારે 1998થી તેની સંખ્યા શૂન્યથી આગળ વધી નથી.

2019માં બસપાને આનંદપુર સાહિબમાં 1.4 લાખ વોટ, હોશિયારપુરમાં 1.28 લાખ વોટ અને જલંધરમાં 2 લાખથી વધુ વોટ મળ્યા હતા. સતત ખરાબ પ્રદર્શન છતાં, આ ત્રણ લોકસભા મતવિસ્તાર એવા છે જ્યાં બસપા પંજાબમાં અન્ય રાજકીય પક્ષોની રમતને બગાડવાની ક્ષમતા ધરાવે છે. જો 2019ની જેમ આ ત્રણેય બેઠકો પર બીએસપીના  ઉમેદવારોને વોટ મળે છે તો તે અન્ય પક્ષો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. બીએસપીએ આનંદપુર સાહિબ બેઠક પરથી પ્રદેશ અધ્યક્ષ જસવીર સિંહ ગઢીને મેદાનમાં ઉતાર્યા છે.

ત્યારે સવાલ એ છે કે બસપા પંજાબમાં પોતાનું મજબૂત સંગઠન કેમ સ્થાપિત કરી શકી નથી. માયાવતી પર આરોપ છે કે તેઓ હંમેશા ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પંજાબ પર એટલું ધ્યાન આપતા નથી જેટલુ ધ્યાન આપવું જોઈએ. આ સિવાય પંજાબમાં બીએસપી ઘણી વખત વિભાજીત થઈ ચૂકી છે. પંજાબમાં બીએસપીથી અલગ થઈને બીએસપી આંબેડકર, બહુજન સમાજ ક્રાંતિ પાર્ટી અને બહુજન સમાજ મોરચા જેવી પાર્ટીઓ બનાવવામાં આવી છે.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદીએ બિહારના પૂર્વ ડેપ્યુટી સી.એમ. સુશીલ કુમાર મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:મતદાનની ટકાવારી 48 કલાકમાં જાહેર કરવા સુપ્રિમમાં અરજી, ADRએ કરી પિટિશન

આ પણ વાંચો: ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટ મામલે આજે થશે મહત્વનો નિર્ણય, પ્રથમ વખત કરશે ભારત પોર્ટનું